પ્રયાસ:ધનવન્તરી રથ સ્થળ પર જ યોગ્ય સારવાર આપશે : મ્યુ.કમિશનર

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ અડાજણ ગામ શ્રીનાથ સોસાયટી સહિતના વિસ્તારોના લોકોને ધનવન્તરી રથ અંગે માહિતગાર કર્યા હતા. ખાસ કરીને લોકોમાં પ્રવર્તતી ‘હોસ્પિટલ લઈ જશે’ તેવી ગેરસમજને દૂર કરવા પ્રયાસ કરાયા હતાં.

રવિવારે સવારથી પાલિકા કમિશનર બંછાનિધિ પાની તેમની રાંદેર ઝોન, આરોગ્ય વિભાગની ટીમ સાથે રસ્તા પર ઉતર્યા હતા. સાથે ધનવન્તરી રથ અડાજણ ગામમાં લવાતાં ત્યાં લોકોને શર્દી, ખાંસી, જેવા સામાન્ય લક્ષણો હોય તો આ ધનવન્તરી રથમાં હાજર ડોક્ટર સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી દેશે, કોઈએ હોસ્પિટલ સુધી જવાની જરૂર નથી. આ રથમાં ડોક્ટર જ દવા આપી સારવાર કરશે. વધુ તકલીફ હોય અને ડોક્ટરને જરૂર જણાય તો જ તમારા સ્વાસ્થ્ય માટે હોસ્પિટલ લઈ જવાશે. શહેરમાં ઝોન દીઠ 20 જેટલા ધનવન્તરી રથ મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...