કામગીરી:વેસુની મહાવીર કોલેજની ડાન્સ પાર્ટીમાં ડિસ્ટન્સિંગના ધજાગરા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાન્સ પાર્ટીનો વીડિયો વાઇરલ થયો હતો
  • એડમિનિસ્ટ્રેટર મેહુલ નાયક સામે ગુનો દાખલ

વેસુમાં વીઆઈપી રોડ પર આવેલ ભગવાન મહાવીર કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ પાર્ટી કરી હતી. વિદ્યાર્થીઓની આ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ખટોદરા પોલીસે કોલેજના એડમિનિસ્ટ્રેટર વિરુદ્ધ જાહેરનામા ભંગ તથા એપેડેમિક એક્ટ હેઠળ ગુનાે દાખલ કર્યો છે. વેસુની ભગવાન મહાવીર કોલેજના કેમ્પસ થયેલી પાર્ટીનો વીડિયો વાઇરલ થવા મામલે ખટોદરા પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. તેમાં કેટલાક યુવાનો ડિસ્કો પાર્ટીમાં ડાન્સ કરતા હતા.

જેમાં કોઇએ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું નહતું અને ન જ કોઈ આ પાર્ટીમાં માસ્ક પહેરેલો દેખાયો હતો. વાઇરલ થયેલાં વીડિયોની તપાસ કરતા તે વીડિયો વેસુમાં વીઆઈપી રોડ પર આવેલ ભગવાન મહાવીર કોલેજ કેમ્પસનો હતો. તેથી ખટોદરા પોલીસે કોલેજ કેમ્પસમાં જઈ તપાસ કરી હતી.

ત્યાં કોલેજે મેનેજમેન્ટ કોઈને પાર્ટીની પરમીશન આપી ન હતી. તેમજ આ પાર્ટી કોઈ ચોક્કસ સ્ટુડન્ટ કે સ્ટુડન્ટના ગૃપે ઓર્ગનાઈઝ કરી નહતી. તેથી પોલીસે કોલેજના એડમિનિસ્ટ્રેટ મેહુલ અરવિંદ નાયક(રહે. ગોપાલ ક્રિષ્ણા એપાર્ટમેન્ટ,પ્રેસિડેન્સી સ્કુલ પાછળ, ન્યુ રાંદેર રોડ) વિરુદ્ધ જાહેરનામા ભંગ અને એપેડેમિક એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...