તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પતંગની મોજ અને ઉંધીયુ-જલેબીની લિજ્જત ઉત્તરાયણ ડબલ મજેદાર બનાવે છે. જેમાં સુરતનું ઉંધીયુ એટલે જગપ્રખ્યાત. જેનું કારણ છે સુરતની પાપડી, સુરતની આબોહવા અને સુરતનું પાણી. ઉંધીયામાં કતારગામની પાપડી વપરાય છે જે પ્રખ્યાત છે. સુરતની આબોહવા એટલે કે ધુમમ્સના કારણે પાપડીનો પાક ખૂબ સારો થાય છે. પાપડીના દાણાનો અલગ જ સ્વાદ આવે છે. તેમજ સુરતના તાપીના પાણીને કારણે પાપડી જલ્દી ચઢી જાય છે અને બરછટ પણ થતી નથી અને પીળી પણ પડતી નથી. જયારે સુરતની બહાર ઉંધીયુ બનાવાય તો પાપડી ચઢતી જ નથી. તેથી કેટરર્સ પણ સુરતની બહાર જાય તો ઉંધીયા માટે સુરતથી જ પાણી લઈ જાય છે. તેમજ સુરતી ઉંધીયામાં સુરતી કૉથમીર અને સુરતી લીલું લસણ નાખવામાં આવે છે. ગ્રીન ગ્રેવીના કારણે સુરતી ઉંધીયુ અન્યથી અલગ છે.
ઉંધીયુ ડબ્બા પાર્ટી
આ વર્ષે કોવિડના કારણે સુરતીઓ બહાર ઓર્ડર આપવને બદલે ઘરમાં જ ઉંધીયુ બનાવી રહ્યા છે. મહિલાઓ ભેગી થઈ ઉંધીયુ બનાવી પરીવારના દરેક સભ્યો જ ઉંધીયાની ડબ્બા પાર્ટી કરીને ઉત્તરાયણ ઉજવશે.
કોવિડનો મેસેજ આપતી ઘઉંની રંગોળી
ઉત્તરાયણ નિમિત્તે શિક્ષક વિનોદ જાદવે ઘઉંમાંથી પતંગની રંગોળી બનાવી માસ્ક જરૂરી, વારંવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનો મેસેજ આપ્યો છે.
વિદ્યાર્થીઓએ બર્ડી પતંગ બનાવ્યા
શહેરની ફેશન ઈન્સ્ટીટયૂટના વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીઓની મૃત્યુની સંખ્યા ઓછી થાય તે માટે બાયોડિગ્રેડેબલ કપાસના તાર, પીપરમીન્ટમાંથી બર્ડી પતંગ બનાવ્યા.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.