ડીજીજીઆઇ દ્વારા બિલ્ડર, ધંધાર્થી અને પ્રોફેશનલ્સને ઇશ્યુ કરાઈ રહેલી નોટિસનો વિવાદ ચરમસીમાએ છે. રેવન્યુ કે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ નોટિસો ઇશ્યુ કરતુ જ હોય છે પરંતુ આ વખતની ઈન્કવાયરીમાં જીએસટી સિવાયની ઇન્કવાયરી કે સવાલો કરાઈ રહ્યા હોવાથી ધંધાર્થીઓ અકળાયા છે. ડીજીજીઆઇની ઓફિસમાં આવકવેરા સંબંધિત સવાલો પુછતા વિવાદ વકર્યો છે. અનેક નોટિસો તો એવી છે જેમાં ખેતીની જમીન વેચાઇ હોય તો સવાલો કરાઈ છે, કાયદા મુજબ ખેતીની જમીન પર જીએસટી ભરવાનો આવતો જ નથી. બીજી તરફ ગુરુવારે ડીજીજીઆઇએ ખુલાસો કર્યો કે કોઇને હેરેસમેન્ટ કરાતા નથી, ઉપરાંત જણાવ્યું હતું કે, બધા જ કેસ ઉપરથી આવે છે. એક અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું કે ઇન્કમટેક્સની ક્વેરી હોય તેવી લિસ્ટ પણ ઉપરથી જ આવતી હોય છે.
કોરોનાનો કોઇ ખ્યાલ નહીં, બસ હાજર થાઓ
કોરોના કાળમાં જ્યાં સોશિયલ ડિસ્ટન્સીનો ખ્યાલ રાખવાની વાતો થઇ રહી છે ત્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ ઇશ્યુ કરીને રૂબરૂ સ્ટેટમેન્ટ લખાવવાનો આગ્રહ કરાઈ છે. કેટલાંક કિસ્સમાં તો કરદાતા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોય તો પણ ઓફિસે આવવા કહેવાય છે. દિવસમાં બે થી વધુ ફોન કરીને કચેરીએ બોલાવાય છે. નોંધનીય છે કે હા ઇન્કમટેક્સમાં કામગીરી બંધ છે. અપીલમાં ગેટની બહાર જ બોક્સ મૂકાયુ છે જ્યારે ડીજીજીઆઇમાં આવી કોઈ તકેદારી રખાઇ રહી નથી.
ડિપાર્ટમેન્ટ કહે છે કે, બધુ ઉપરથી આવે છે
પાંચ વર્ષથી ઉપરના કેસોમાં જે નોટિસ નિકળે છે એ વાત ધ્યાને લાવ્યા એ બદલ ડિપાર્ટમેન્ટે મીડિયાનો આભાર માન્યો હતો. ઉપરાંત પોતાની પીઠ થાબડી હતી કે અમે 1500 કરોડથી વધુની ટેક્સ ચોરી પકડી છે. જે અગાઉ 500 કરોડ છે. બધી જ માહિતી ડીજીજીઆઇ દિલ્હીથી આવે છે. એટલે તપાસ થાય છે. ડિપાર્ટમેન્ટે જાતે સ્વીકાર્યું કે હાલ નોટબંધીના સમયની ઇશ્યુની નોટિસો પણ છે. તો સવાલ એ છે કે 4 વર્ષ પછી કોરોનામાં જ કેમ નોટિસો નિકળી રહી છે?
એવા સવાલ પુછાય છે જે આઇટીએ પુછવા જોઇએ
પ્લોટ વેચાણ પર કોઈ એક્ટિવીટી ન હોય તો જીએસટી લાગતો નથી. છતાં સવાલો કરાઈ છે. નોટબંધી વખતની ડિસ્કલોઝર સ્કીમમાં બ્લેકમનીની જાહેરાત કરનારાઓને પણ નોટિસ ઇશ્યુ કરાઈ રહી છે.
સી.એ., રિટાયર્ડ અધિકારીની વિવાદાસ્પદ ભૂમિકા
સમગ્ર પ્રકરણમાં એક સી.એ. અને નિવૃત્ત આઇ.આર.એસ. અધિકારીની પણ ભૂમિકા સામે આવી રહી છે જ્યાથી કેટલીક ગાઇડલાઇન અમુક અધિકારીઓને મળી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.