તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:DGGI હેરાનગતિ કેસ: સ્થળ પર રીકવરી ન કરવા હાઇકોર્ટનો નિર્દેશ, કોર્ટે ચાર પ્રકારની ગાઇડલાઇન ઇશ્યુ કરવા બોર્ડને કહ્યું

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક

20 દિવસ અગાઉ ડીજીજીઆઇના અધિકારીઓના ત્રાસથી કંટાળી ચોથા માળેથી નીચે કૂદી પડેલાં કેમિકલના વેપારી સહિતની અન્ય ત્રણ પિટિશનનું હિયરિંગ આજે મંગળવારના રોજથી હાઇકોર્ટમાં શરૂ થઈ હતી. જેમાં કોર્ટે હિયરિગના પહેલાં જ દિવસે અધિકારીઓને સર્ચના સમયે સ્થળ પર જ રિકવરી નહીં કરવા સંદર્ભની ચાર પ્રકારની ગાઇડલાઇન ઇશ્યુ કરવા બોર્ડ અને સરકારને જણાવ્યુ હતુ. આ કેસમાં હવે વધારાની સુનાવણી આગામી 18મી ફેબ્રુઆરીના રોજ થનાર છે.

ભૂમિ એસોસિએટ્સના કેસમાં તેના પ્રોપ્રાયટર મૂકેશ મારુને સ્ટેટમેન્ટ લેવા માટે ડીજીજીઆઇની કચેરીએ બોલાવાયા હતાં અને આરોપ મુજબ છેલ્લાં 40 કલાકથી વધુથી સતત હેરાનગતિ કરાતા કરદાતા રાત્રે કંટાળીને ચોથા માળેથી નીચે કૂદી પડયો હતો. આ કેસમાં હાઇકોર્ટમાં ભૂમિ એસોસિએટ્ની સાથે અન્ય ત્રણ ફર્મ પણ જોડાઈ હતી. આજે ઓનલાઇન હિયરિંગ દરમિયાન ડીજીજીઆઇના અધકિારીઓ પણ હાજર રહ્યા હતા.

કંઇ-કંઇ ગાઇડલાઇન ઇશ્યુ કરવાના નિર્દેશ અપાયા

 • કોર્ટે વચગાળાનો આદેશ કરતો હુકમ કર્યો હતો, ચીફ કમિશનર, સ્ટેટ ઓફ ગુજરાત, સીબીઆઇસીને ગાઇડલાઇન ઇશ્યુ કરાઈ હતી.
 • કોઇપણ જાતની રિકવરી જેમાં રોકડ, ચેક,ઇ પેમેન્ટ કે આઇટીસીની રિકવરી કરવાની હોય તે સર્ચ વખતે કરી શકાશે નહીં. ઇન્સ્પેકશન દરમિયાન પણ કોઈ જાતની રિકવરી કરવાની રહેશે નહીં
 • જો કરદાતા સામેથી પેમેન્ટ કરવા માગતુ હોય તો તેને જણાવવામાં આવે કે સર્ચ બાદ તે પેમેન્ટ કરે, એક ગ્રિવેન્સ ઉભુ કરવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો