એક્સપોર્ટ કરવાના મોટા-મોટા દાવા કરીને ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) પાસે ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ લઇને અધવચ્ચેથી જ છૂમંતર થઈ જનારા નિકાસકારો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કુલ સાત હજાર નિકાસકારો સામે સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યા છે. તપાસમાં બહાર આવ્યંુ છે કે, કેટલાક નિકાસકારોના એડ્રેસ બોગસ નિકળ્યા છે. ડીજીએફટીના સૂત્રોએ જણાવ્યુ હતંુ કે, આગામી સમયમાં નિકાસકારોને શોધવા અને રિફંડની રિકવરી કરવા માટે કલેક્ટર વિભાગનો સંપર્ક કરવામાં આવશે.
2007થી 2009ના હિસાબોના આધારે સમન્સ
ડીજીએફટીના સૂત્રો કહે છે કે, હાલ વર્ષ 2007થી 2009 દરમિયાન જે એક્સપોર્ટના ટાર્ગેટ એચિવ થયા નથી તેવા જ કેસમાં સમન્સ નિકળ્યા છે. તમામને આ ટાર્ગેટ કેમ પૂરા ન થયાં એ બાબતના ખુલાસા પૂછવામાં આવ્યા છે. જેમાં કેટલાંક નિકાસકારોએ જવાબ આપ્યા છે જે જેન્યુન છે. પરંતુ અનેકે જવાબ આપ્યા નથી. કેટલાંક મળતા જ નથી. એટલે હાલ એક શંકા એ પ્રબળ બની રહી છે કે આઇસી કોડના નામે કોઈ ગેરરીતિ થઈ હોય.
કેન્દ્રએ એક્સપોર્ટ ડબલ કરવા ટાર્ગેટ આપ્યા
તાજેતરમા જ કેન્દ્ર સરકારે એક્સપોર્ટ ડબલ કરવા માટેના ટાર્ગેટ આપ્યા છે. એટલે ડાયમંડ હોય કે ટેક્સટાઇલ બધા જ માંધાતાઓ તેમાં મંડી પડ્યા છે. સુરતમાં પણ આથી જ ડીજીએફટી એક્ટિવ થયું છે.
ઇપીસીજી સ્કીમના કૌભાંડીઓ નિશાના પર
ઇપીસીજી સ્કીમ હેઠળ પણ ઓવર અને અન્ડર ઇનવોઇઝના આધારે બોગસ બિલિંગ થયા હોવાની મહિતી ડીજીએસફટી અને જીએસટીને મળી છે. જેના ભાગરૂપે પણ ડિપાર્ટમેન્ટ એક્ટિવ થયંુ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.