અનલોક ગ્રાઉન્ડ રિપોર્ટ:સુરતમાં કોરોના સંક્રમણ હળવું થતા ભગવાનના મંદિરો કોવિડ ગાઈડલાઈન સાથે ખુલતાં ભાવિકોએ પોતાના ઈષ્ટદેવના દર્શન કર્યા

સુરત6 મહિનો પહેલા
શ્રદ્ધાળુઓ મંદિર ખુલ્યાના પહેલા જ દિવસે દર્શન કરવા ઉમટ્યાં હતાં.
  • મંદિર ખુલ્યા બાદ ભાવિકોએ કહ્યું, કોરોના નાબૂદ થાય તે માટે પ્રાર્થના કરી

કોરોના સંક્રમણ કાળ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ધીરે ધીરે અનલોક કરવાની જે પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમાં મંદિરોને બંધ રાખવામાં આવ્યા હતાં. વિશેષ કરીને કોરોના સંક્રમણ કાળના પહેલા અને બીજા તબક્કામાં અને બંધ રાખવા માટેનું સૂચન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. કારણ કે સૌથી વધુ ભક્તો મંદિરોમાં એકત્રિત થતા હોય છે, અને તેને કારણે સંક્રમણ થવાની શક્યતા ખૂબ મોટા પ્રમાણમાં દેખાઈ રહી હતી. તેથી મંદિરોને પણ બંધ કરી દેવાની રાજ્ય સરકારને ફરજ પડી હતી.આજે સુરત શહેરના જાણીતા અંબાજી મંદિર,ક્ષેત્રપાળ મંદિર, સિદ્ધિવિનાયક મંદિર ,કંતારેશ્વર મહાદેવ મંદિર પ્રસિધ્ધ મંદિરોમાં ભાવિક ભક્તોએ પોતાના ઈષ્ટદેવના દર્શન કર્યા હતા અંદાજે બે મહિના કરતાં વધુ સમય પસાર થઇ ગયા બાદ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિરોમાં ભાવિક ભક્તોએ પોતાના ભગવાનને નતમસ્તક થઈને દર્શન કર્યા હતા.

મંદિર મેનેજમેન્ટ દ્વારા સરકારની ગાઈડલાઈનનું પાલન કરાયું હતું.
મંદિર મેનેજમેન્ટ દ્વારા સરકારની ગાઈડલાઈનનું પાલન કરાયું હતું.

સરકારી સૂચનોનું પાલન કરાય છે
અંબાજી મસ્ત મંદિર ખાતે દર્શન કરવા આવેલા સરોજબેન જરીવાલાએ કહ્યું કે, કોરોના સંક્રમણ નો પ્રભાવ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે પહેલી વખત મંદિરોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળે માત્ર ગ્રહણ સમય મંદિરો બંધ રહેતા હોય છે. પરંતુ આ વખતે કોરાણા નું ગ્રહણ ખૂબ જ લાંબો ચાલ્યો હોય એવો અનુભવ છે કોઈને થયું છે. અંબાજી મંદિર ખાતે નવરાત્રી દરમિયાન પણ દર્શનનો લાભ અમને મળી શક્યો ન હતો. તેમજ અનુષ્ઠાન અને યજ્ઞમાં પણ ભાગ ન લઇ શક્યા નું દુઃખ છે પરંતુ પૂર્ણ સંક્રમણને કારણે આપણે સૌ કોઈની પાસે કોઈ જ વિકલ્પ ન હોવાથી સરકારે આપેલા સૂચનોનું પાલન કરવું જરૂરી હતું.

ગાઈડલાઈન પ્રમાણે ભાવિકોને મંદિરમાં પ્રવેશ અપાયો હતો.
ગાઈડલાઈન પ્રમાણે ભાવિકોને મંદિરમાં પ્રવેશ અપાયો હતો.

કોરોના ઝડપથી નાબૂદ થાય તે જરૂરી
પૂજારી કિરણ ગોસ્વામી જણાવ્યું કે, સમગ્ર જીવન દરમિયાન આ પહેલો એવો પ્રસંગ આવ્યો છે કે, મંદિરો આટલા લાંબા સમય સુધી બંધ રાખવા પડ્યા હતા ભક્તો વગર જાણે ભગવાન પણ શું ના પડી ગયા હોય તેવો અનુભવ થવા લાગ્યો હતો. આખરે આજથી દરેક ભક્તગણ માં ભગવતીના દર્શન કરી શકશે એનો અનહદ આનંદ છે. કોરોના સંકટ હજી મળ્યું નથી. તેથી મંદિરમાં આવનાર તમામ ભાવિક ભક્તોને અમારી પ્રાર્થના છે કે, વધારો ન કરે અને સોશિયલ ડિસ્ટન્સ પોતે જ ગંભીરતાથી જાળવે તે જરૂરી છે. કારણકે કોરોનાના કારણે આપણે આપણા સ્વજનો ગુમાવ્યા છે. હવે ફરીથી કોરોના સંક્રમણમાં ન આવીએ તે માટે આપણે સર્વે સજાગ રહેવું પડશે.