સુરત શહેરમાં આજે અંગારીકા ચોથની ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ મંદિરોમાં હવન પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વને કોરોનાના કહેરથી બચાવવા ગણેશજીને પ્રાર્થના કરવામાં આવી છે. પાલ વિસ્તારમાં ગણપતિ મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે અંગારીકા ચોથના દિવસે દુંદાળા દેવને રીઝવવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સંકટ ચોથના દિવસે જો મંગળવાર આવતો હોય તો એ અંગારકી ચોથ ગણાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ ગણેશજીના પૂજન-અર્ચન કરી તેમની કૃપા મેળવવા પ્રયાસ કરશે. સામાન્યરીતે મંગળવાર અને ચોથ આવે તો તેનું મહત્વ વધી જાય છે.રાંદર સ્થિત શ્રી સર્વદેશીય વિકાસ મંડળ સંચાલિત લોકમાન્ય વિદ્યાલયમાં લોકમાન્યની સફરના 75 વર્ષ પૂર્ણ થયા છે. જેથી ઉજવણી કરવામાં આવી હતી.
દ્રશ્યમ બૂકનું વિમોચન કરાયું
રાંદર સ્થિત શ્રી સર્વદેશીય વિકાસ મંડળ સંચાલિત લોકમાન્ય વિદ્યાલયમાં લોકમાન્યની સફરના 75 વર્ષ પૂર્ણ થયા છે. જેથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિષયના ડ્રામા સાથે કુલ 18 કૃતિમાં 870 જેટલા વિદ્યાર્થીઓએ અવિસ્મર્ણીય સાંસ્કૃતિક નૃત્ય કૃતિઓ રજૂ કરી હતી. મંડળના 75 વર્ષ પૂર્ણ થયેથી અમૃત મહોત્સવની ઉજવણી રૂપે દ્રશ્યમ" નામના સ્મૃતિ અંકનું આમંત્રિત મહેમાન હેમાલીબેન બોઘાવાલા મેયર સુરત, કિશોરસિંહ ચાવડા કુલપતિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ડૉ. દીપકભાઈ દરજી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, એ.એસ. સોનારા- પોલીસ ઇન્સ્પેક્ટર, રાંદેરના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 અને 12 બોર્ડમાં ઉચ્ચ પરિણામ મેળવનાર તથા રમતગમત ક્ષેત્રે શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફીઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા.સંસ્થાના પ્રમુખ મયંક પટેલ અને મંત્રી જયેશકુમાર પટેલએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ વાલીઓ સહિતના મહાનુભાવોના મંતવ્યો આ બૂકમાં સંમિલિત કરવામાં આવ્યાં છે.
અંગારિકા ચોથ કેવડા ચોથ તરીકે ઓળખાય છે
હિન્દુ ધર્મમાં ગણેશજીના પૂજન કર્યા વગર કોઇ પણ કાર્ય શરુ કરવામાં આવતું નથી. કારણ કે તેઓ વિઘ્નહર્તા દેવ ગણાય છે. તેમાં પણ અંગારકી ચોથ એક કરો તો શ્રદ્ધાળુને 21 ચોથ કર્યાનુ શુભ ફળ આપે છે. અંગારિકા ચોથને કેવડા ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે વ્રત અને પૂજા કરનારને 12 માસની ચોથનું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. અંગારકી ચોથના દિને ગણપતિ બાપાના દર્શન કરવા એક અનેરો લ્હાવો બની રહે છે.
વિધ્નો દૂર થાય છે
પૌરાણીક માન્યતા અનુસાર અંગારકી ચોથ સાથે એક ધાર્મિક માન્યતા પણ સંકળાયેલ છે. આ દિવસે ઓમ્ ગં ગણપતયે નમઃ – આ મંત્રની યથાશક્તિ માળા પણ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જે કોઈપણ વ્યકિતને પોતાના મહત્ત્વના કાર્યોમાં અવારનવાર વિધ્ન કે મુશ્કેલી પડતી હોય અથવા કાર્ય વારંવાર અધૂરા રહેતા હોય ત્યારે તેમણે શ્રદ્ધાપૂર્વક આ ચોથ કરવાથી અટકેલાં કાર્યો કે વિધ્નો ગણેશજીની કૃપાથી દૂર થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.