ભગવાન પણ અસલામત:​​​​​​​સુરતના અઠવાલાઈન્સમાં 100 વર્ષ જૂના મામાદેવના મંદિરમાંથી મૂર્તિ ચોરાઈ જતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ

​​​​​​​સુરતએક વર્ષ પહેલા
મંદિરમાંથી મૂર્તિની ચોરી થઈ જતા દર્શને આવતા ભાવિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
  • દાન પેટીની જગ્યાએ તસ્કરો ભગવાનની મૂર્તિ ઉઠાવી ગયા

અઠવા લાઇન્સ ગોકુલમ ડેરી નજીકના રોડ ઉપર આવેલા ભગવાન મામાદેવના મંદિરમાંથી મૂર્તિ ચોરાઈ જતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ છે. અંદાજે100 વર્ષ જુના આ મંદિરમાં દર વર્ષે મંદિરની સાલગીરી સહિતના તમામ ધાર્મિક કાર્યકમો રંગે ચંગે ઉજવવામાં આવતાં હતાં. જો કે તસ્કરોએ દાન પેટી, આભૂષણો કે ચીજવસ્તુઓની જગ્યાએ ભગવાનની પ્રતિમાને જ નિશાન બનાવી હતી. મૂર્તિ ચોરી જવા અંગે ભાવિકોએ ફરિયાદ દાખલ કરાવતા ઉમરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

રાત્રે પૂજા કરી ત્યાં સુધી મૂર્તિ હતી.સવારે મૂર્તિ ગાયબ હતી.
રાત્રે પૂજા કરી ત્યાં સુધી મૂર્તિ હતી.સવારે મૂર્તિ ગાયબ હતી.

સવારે મંદિર ખોલ્યુ તો પ્રતિમા નહોતી
મંદિરના સંચાલક અશોકભાઈએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. અગાઉ મંદિરોમાંથી દાન પેટી કે પછી કિંમતી વસ્તુઓ ચોરાઈ જવાની વાતો જોવા કે સાંભળવા મળતી હતી. જો કે આ વખતે તો તસ્કરોએ માઝા મૂકી હોય તેમ સામે આવ્યું છે. તસ્કરો ભગવાનની મૂર્તિઓ જ ચોરી રહ્યા છે. મામા દેવ મંદિરમાં શુક્રવારની સાંજે પૂજા કર્યા બાદ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. આજે સવારે પૂજા પાઠ માટે મંદિર ખોલતા મૂર્તિ ગાયબ હતી.

મૂર્તિ ચોરાયાની જાણ થતાં જ આસપાસથી ભાવિકો આવી પહોંચ્યા હતાં.
મૂર્તિ ચોરાયાની જાણ થતાં જ આસપાસથી ભાવિકો આવી પહોંચ્યા હતાં.

પોલીસ ફરિયાદ આપી છે
મામાદેવની પ્રતિમા મંદિરમાંથી ચોરી થતા ભાવિકોમાં રોષ ફેલાયો છે. આ મંદિર 100 વર્ષથી વધુ જૂનું છે. લોકો માનતા લઈને આવતા હોય છે. લોકોની આસ્થાનું પ્રતીક છે. ઉમરા પોલીસમા આ બાબતે ફરિયાદ આપી છે. પોલીસે વધુ તપાસ હાથધરી છે. જો કે અશોકભાઈએ કહ્યું કે, અમે ચોરને વિનંતી કરીએ છીએ કે, મૂર્તિ પાછી મૂકી જાય, ભગવાન અને ભક્તોની હાય આવા લોકોને ક્યારેય છોડતી નથી.