કામગીરી:ચૂંટણી ટાણે 1100 કરોડના વિકાસ કામોનો ધમધમાટ,રિવ્યૂ બેઠકો જારી

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્વે મંજૂરી અપાયેલા કામો શરૂ
  • પીપીપી પ્રોજેક્ટ,આવાસ અને બજેટ હેઠળના કામો પર વધુ ધ્યાન અપાઇ રહ્યું છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ આચાર સંહિતાને પગલે નવા વિકાસ કામો પર બ્રેક તો લાગી ગઈ છે પરંતુ આચાર સંહિતા લાગે તે પહેલાં જ તંત્રે ત્વારાએ તૈયાર કરેલી વધારા ના કામ સહિત ની દરખાસ્તો પર શાસકોએ મંજૂરી ની મહોર મારી દીધી હતી. રૂપિયા 1100 કરોડ ના કામો ને સ્થાયી સમિતિએ લીલી ઝંડી આપી દીધી હોય આ પ્રાથમિક સુવિધા સહિત ના મંજુર થયેલા વિકાસ કામો હવે ચૂંટણી ટાણે પાલિકાએ હાથ ધર્યા છે.પાલિકા કમિશનરની તમામ ઝોનના વડા, કાર્યપાલક ઇજનેરો સહિત વિભાગીય વડાઓ સાથે રિવ્યુ બેઠકો યોજાઇ રહી છે અને તે માટે ની સુચનાઓ પણ આપવામાં આવી છે.

ચૂંટણી ટાણે તેથી પ્રાથમિક સુવિધા સહિતના મંજુર થયેલા વિકાસ કામો નો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે રિવ્યૂ મિટિંગો શરૂ કરી છે. આ રિવ્યૂ બેઠકોમાં તમામ 9 ઝોનના ઝોનલ અધિકારીઓની ટીમ, વિભાગીય વડા, કાર્યપાલક ઈજનેરો સહિત ના નાના-મોટા અધિકારીઓ સાથે કમિશનર ઝોન વાઇઝ અલગ અલગ રિવ્યૂ બેઠક કરી રહ્યા છે.

આ રિવ્યૂ બેઠકોમાં બજેટના કેટલાં કામો આગળ વધ્યાં છે તેમજ કેટલાં કામો બાકી રહ્યાં છે-કેટલી ગ્રાંટ આવી તથા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) હેઠળ ના પ્રોજેક્ટો-આવાસો, નવા વિસ્તારો ના કામો પર વધુ ધ્યાન અપાઇ રહ્યું છે. આ સહિતના મહાનગર પાલિકા દ્વારા હાથ પર લેવાયેલા તમામ વિકાસ કામોનું સ્ટેટસ જાણી કામગીરી કરવામાં આવી રહી છે.

ડામર-સીસી રોડ,ડ્રેનેજ-પાણી લાઇન-સ્ટ્રીટ લાઇટો, નવા વિસ્તારોના કામો શરૂ કરાયા
તાજેતરમાં જ સ્થાયી સમિતિ, જાહેર બાંધકામ સમિતિમાં સેંકડો વિકાસ કામોને આગળ ધપાવાતાં જેને સામાન્ય સભામાં મંજૂરી મળી છે. જેમાં પ્રાથમિક સુવિધાઓના શહેરના આંતરિક મુખ્ય રસ્તાઓ અને વિવિધ સોસાયટીઓમાં જરૂરી ડામર રોડ, સીસી રસ્તા, ડ્રેનેજ-પાણી લાઈન તથા સ્ટ્રીટ લાઇટો ના કામો સહિત ના વિકાસ કામો છે. નવા વિસ્તારો ને પણ આવરી લેવામાં આવ્યાં હતાં તેથી ચૂંટણી ટાણે પ્રાથમિક સુવિધા-વિકાસ કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...