તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Development Work Stalled In Corona Reminded Rulers, Asked For Specific Dates To Complete Four Bridges, Officials Say It Will Take Another Year

કોરોનામાં ‘વિકાસ’ અટક્યો:કોરોનામાં અટકેલા વિકાસ કામો શાસકોને યાદ આવ્યા, ચાર બ્રિજ પૂરા કરવાની ચોક્કસ તારીખો માંગી, અધિકારીઓએ કહ્યું હજુ 1 વર્ષ લાગશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સહારા દરવાજા, મોટા વરાછા, વેડ-વરિયાવ અને ઓલપાડ-સારોલી બ્રિજની કામગીરીની સમીક્ષા કરાઇ

કોરોનાને કારણે શહેરમાં સંખ્યાબંધ વિકાસકામો અટકી ગયા હતા. આ પૈકી 50 લાખ લોકોને ઉપયોગમાં આવે તેવા 4 બ્રિજના કામનો પણ સમાવેશ થાય છે. જોકે આ કામ હાલમાં પણ મંથરગતિએ ચાલતા હોવાથી શુક્રવારે બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિણીબેન પાટીલ સહિતના સભ્યો દ્વારા તમામ બ્રિજની મુલાકાત અધિકારીઓને સાથે રાખીને લીધી હતી.

તમામ બ્રિજનું કેટલું કામ પૂર્ણ થયું છે અને કેટલું બાકી છે તેની સમીક્ષા પછી સમિતિએ અધિકારીઓને સવાલ કર્યો હતો કે, ‘ચારેય બ્રિજના કામ ક્યારે પૂર્ણ કરશો ચોક્કસ તારીખ આપો?’ અધિકારીઓએ જવાબમાં કહ્યું હતું કે, મોટા ભાગના બ્રિજ 2022માં પૂર્ણ કરી દેવામાં આવશે.

4 બ્રિજ ચાલુ થાય તો 50 લાખ લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે​​​​​

બ્રિજનું નામ અનેઓલપાડ જૂના સરોલીવેડ-વરિયાનેમોટા વરાછાથીસહારા દરવાજા
હાલનું સ્ટેટસજકાતનાકા પાસેનોજોડતો બ્રિજવરાછા વોટર વર્ક્‌સરેલવે ઓવર બ્રિજ
વર્ક ઓર્ડર અપાયા18 જાન્યુ. 201928 ફેબ્રુ. 201922 માર્ચ 201825 ઓક્ટો. 2017
પ્રોજેક્ટ કોસ્ટ60.68 કરોડ118.42 કરોડ168.98 કરોડ133.50 કરોડ
હાલનું સ્ટેટસ28.0% કામ પૂર્ણ64.70% પૂર્ણ80.60% પૂર્ણ78.90% પૂર્ણ
પૂર્ણ કરવાની તારીખજૂન 202128 ફેબ્રુ. 2021માર્ચ 2021ઓક્ટોબર 2020
હવે ક્યારે પૂર્ણ થશેજૂન 2022જૂન 2022માર્ચ 2022માર્ચ 2022

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...