• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Development At 5G Speed Before Elections, 116 Works Of Primary Facilities Worth 1 Thousand Crores Presented In The Municipality, Decision Tomorrow

બેઠક:ચૂંટણી પહેલાં વિકાસ 5G ગતિએ , પાલિકામાં 1 હજાર કરોડનાં પ્રાથમિક સુવિધાનાં 116 કામ રજૂ કરાયાં, આવતીકાલે નિર્ણય

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ વિધાનસભા ચૂંટણીના પ્રચારની સાથે ખાતમૂહુર્તની વણઝાર સર્જાશે
  • સામાન્ય રીતે બેઠકમાં​​​​​​​ 30 કામો જ રજૂ કરવામાં આવે છે

હિમાચલ વિધાનસભા ચૂંટણીનું માળખું જાહેર થયા બાદ ગુજરાતમાં પણ ગમે ત્યારે આચાર સંહિતા લાગી શકે તેમ હોવાથી પાલિકામાં વિકાસ એકાએક 5G ગતિએ તેજ થયો છે. આ સપ્તાહમાં જ પાલિકાની સર્વોચ્ચ ગણાતી સ્ટેન્ડિંગ સહિતની વિવિધ સમિતિની 11 બેઠકોનું આયોજન કરાયું છે. મંગળવારે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ 1000 કરોડના વિકાસ કામોની દરખાસ્ત રજૂ કરાઈ હતી, જેમના પર ગુરુવારની બેઠકમાં મંજૂરીની મહોર લાગશે, જેમાં 116 દરખાસ્તો પર શાસકો નિર્ણય લેશે. આચાર સંહિતા પહેલાં વિકાસ કામો પાર પાડવા અધિકારીઓની સાથે શાસકોએ પણ પડતર ફાઇલો પર ચર્ચા શરૂ કરી છે.

અંદાજ મંજૂર કરવાની સાથે રજૂ થયેલી દરખાસ્તો પર નિર્ણય લેવા કમિટિની બેઠકો પણ ફટાફટ આયોજિત કરાઇ રહી છે. 19 અને 20મીએ વિવિધ કમિટીઓમાં છેલ્લી ઘડીએ પણ વધારાના કામો સમાવી લઇ 21મીએ મળનારી બોર્ડ મિટિંગમાં રેકર્ડ બ્રેક કામો મંજૂર કરાશે. જેથી ચૂંટણી પ્રચારની સાથે ખાતમુહૂર્તની પણ વણજાર સર્જાશે.

સરથાણા, જહાંગીરપુરા, ડભોલી, અશ્વની કુમાર રોડ ફાયર સ્ટેશન માટે 16 કરોડની ખરીદી કરાશે
ડભોલી, એકે રોડ અને જહાંગીરપુરામાં પણ નવા ફાયર સ્ટેશન બનાવવા વસ્તીને ધ્યાનમાં રાખી વધુ 3 વોટર બાઉઝર, 6નંગ ઇમરજન્સી રેસ્ક્યુ વ્હિકલ, 1 મીની ઇમરજન્સી રેસ્ક્યૂ વ્હિકલ, 3 વોટર કમ ફોમ ટેન્ડર અને 5 મીની હાઇ પ્રેશર વોટર ટેન્ડર વાહનોની ખરીદી કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરી હતી. આ ઇક્વિપમેન્ટની ખરીદી પાછળ આશરે 16 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે.

213 કરોડના ખર્ચે વધુ 3 વર્ષ ઘન કચરાના પ્રોસેસિંગ માટે ટેન્ડર
ધન કચરાના નિકાલ માટે ખજોદના પ્રોસેસિંગ પ્લાન્ટની કામગીરી પૂર્ણ થતી હોય આગામી 3 વર્ષ માટે યથાવત્ રાખવા ટેન્ડર મંગાવાયા હતાં. દૈનિક 2500 ટન સોલીડ વેસ્ટ પ્રોસેસ કરવા આશરે 19.75 લાખનો ખર્ચ થતો હોય 3 વર્ષ માટે 30 લાખ ટન કચરાના પ્રોસેસિંગ માટે 213 કરોડના ખર્ચનો અંદાજ છે.

દિવાળી નિમિત્તે 45 લાખના ખર્ચે બ્રિજ-કચેરીઓ શણગારાશે
દિવાળી પર પાલિકા મુખ્યાલય, ઝોન ઓફિસો, 25 બ્રિજ, 27 ટ્રાફિક આઇલેન્ડ તેમજ 40 અન્ય મિલકતોને રોશનીથી શણગારવા ટેન્ડરર નક્કી કરવાની દરખાસ્ત રજૂ થઇ છે. 3 દિવસ કચેરીઓ ઝળહળી ઉઠશે. આ શણગાર પાછળ આશરે 45 લાખ ખર્ચ થશે.

સ્મીમેરનો બર્ન્સ વોર્ડ અપગ્રેડ કરાશે
સ્મીમેરનો બર્ન્સ વોર્ડ અપગ્રેડ કરવા દોઢ કરોડનો ખર્ચ કરાશે. જેમાં આધુનિક સુવિધા સાથે સજ્જ કરાશે. આ સાથે IHBT વિભાગ માટે એનેલાઇઝર મશીન અને તેના 5 વર્ષના મેઇન્ટેનન્સ માટે 1.48 કરોડના ખર્ચે ટેન્ડરર નક્કી કરાશે.

જાહેર બાંધકામના 34.58 કરોડનાં કામ મંજૂર કરાશે, પાલનપોરમાં કેનાલ રોડને સીસી કરાશે
20મીની જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં 34.58 કરોડના કામોના અંદાજોને મંજૂરી અપાશે. પાલનપોરમાં કેનાલથી પાલ ગૌરવપથ સુધીના રોડને સિમેન્ટ કોંક્રીટનો કરવા 15.69 કરોડના અંદાજની મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરાઇ છે.45 મીટર પહોળા રોડ પર કેનાલને લાઇનીંગ કરી બંને બાજુ 2 મીટર પહોળાઇમાં ફુટપાથ, 1 મીટરમાં લેન્ડસ્ક્રેપીંગ તથા 11.50 મીટરનો સિમેન્ટ કોંક્રીટ રોડ સાથે સાયકલ ટ્રેક બનાવાશે. જ્યારે કતારગામમાં અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર અને વોર્ડ ઓફિસ બનાવવા 7.11 કરોડના અંદાજ મંજૂર કરવા દરખાસ્ત આવી છે.

આ બેઠકમાં ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં 62 ડીંડોલી-ભેસ્તાન-ભેદવાડ એફ.પી નં આર-19માં 1.58 કરોડના ખર્ચે લાઇબ્રેરી, 1.13 કરોડના ખર્ચે અઠવામાં ટી.પી 78 ડુમસ-ભીમપોર-ગવીયર ફાઇનલ પ્લોટ 118ઇથી ફાઇનલ પ્લોટ 99સી સુધીના 18 મીટરના રોડ પૈકી 9 મીટરના રોડને કારપેટ કરવાના તથા 1 કરોડના ખર્ચે પાલ-ગૌરપથ મેઇન રોડના બંને સર્વિસ રોડને રીકારપેટ કરવાના અંદાજ મંજૂર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...