તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના અશાઈન દ્વારા હેકાથોન ડોટસ્લેશ 4.0 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી કુલ 850 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને 400 ટીમ રહી હતી. હેકાથોનમાં વિવિધ ટીમને અલગ અલગ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હતા. જેમાં અંશુ રાજપૂત, શંખનીલ બોર્થાકુર અને ગૌરવ કુમારની ટીમ પ્રથમ વિજેતા રહી હતી. જેમને એજયુકેશન ફોર ધ ડિફરન્ટલી એબલ્ડ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યો હતો. આ હેકાથોન 30 કલાક સુધી ચાલી હતી.
અંધ વિદ્યાર્થી માટ સેવ થયેલ લખાણ બ્રેઈલ લિપિમાં ફેરવાશે
અમારી ટીમનો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એજયુકેશન ફોર ધ ડિફરન્ટલી એબલ્ડ હતો. હાલમાં ઓનલાઈન એજયુકેશનમાં ડીફરન્ટલી એબલ્ડ વિદ્યાર્થીઓને ઘણી સમસ્યાઓ થઈ રહી છે. જેના માટે અમે લોકોએ એક ઈડીયુ હેલ્પ નામથી ડેસ્કટોપ એપ્લિકેશન તૈયાર કરી. જયારે શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હોય ત્યારે એક વખત સમજાવે છે. શારીરિક રીતે અસક્ષમ હોય તેવા વિદ્યાર્થી એક વખતમાં સરળતાથી સમજી શકતા નથી. તો આ એપ્લિકેશન દ્વારા શિક્ષકે જે ભણાવ્યું છે તે ઓડિયો, વિડિયો, ફોટો, પીડીએફ તેમજ ટેક્ષ્ટના સ્વરૂપમાં સેવ થઈ જશે. તેમજ અંધ વિદ્યાર્થી માટે એક વિકલ્પ આપવામાં આવ્યો છે જેમાં એપ્લિકેશન દ્વારા જે લખાણ સેવ થાય છે તે બ્રેઈલ લિપિમાં ફેરવાઈ જશે. જેથી અંધ વિદ્યાર્થી તેને વાંચી શકશે. સાથે એક રમત પણ આપવામાં આવી છે. જે વિદ્યાર્થીની ફીઝીકલ મુવમેન્ટ દ્વારા રમી શકાશે, જેમાં માઉસની જરૂર પડશે નહિ. - અંશુ રાજપૂત
પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ
વિદ્યાર્થીઓને રૂલર હેલ્થ ડેવલોપમેન્ટ,એજયુકેશન ફોર ધ ડિફરન્ટલી એબલ્ડ, સાયબર ક્રાઈમ પ્રિવેન્શન, ન્યુ વે ઓફ કોમ્યુનિકેશન, પોસ્ટ કોવિડ ટુરિઝમ જેવા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હતા. જેમાં ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. પ્રથમ વિજેતાને રૂ.15 હજાર , દ્રિતીય વિજેતાને રૂ. 9 હજાર અને તૃતીય વિજેતાને રૂ. 6 હજાર રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતુ. તેમજ ત્રણેય વિજેતાને પ્રોડક્ટ લાયસન્સ પણ આપવામાં આવ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.