હિટ એન્ડ રનનો મામલો:સુરતના સિટીલાઇટ વિસ્તારમાં 3 વર્ષના બાળકને કચડી નાખનાર વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરી, વિદ્યાર્થીએ કહ્યું,‘ મેં અકસ્માત નથી કર્યો’

સુરત2 મહિનો પહેલા
હિટ એન્ડ રન કેસના આરોપી કાર ચાલકની ધરપકડ
  • સુર્યપ્રકાશ રેસીડન્સીમાં કારે સાડા ત્રણ વર્ષના બાળકને કચડ્યો હતો
  • સોસાયટીના સીસીટીવીના આધારે પણ ચોક્કસ પુરાવા મળ્યા નથી

સુરતના સિટીલાઇટ વિસ્તારમાં સૂર્યપ્રકાશ રેસિડન્સીના કેમ્પસમાં જ કારચાલકે અડફેટે લેતા સાડા ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. ઘટનાના 12 દિવસ બાદ પોલીસને કાર ચાલકને પકડવામાં સફળતા મળી છે. CCTV ફૂટેજના આધારે કાર ચાલકની ધરપકડ કરી હતી. કારચાલક 20 વર્ષીય વિદ્યાર્થી છે અને તે સિટીલાઇટમાં જ રહે છે. 19 ઓગસ્ટે વરસાદ પડતો હોવાથી ટ્રાફિક જામ થતા શોર્ટકટમાંથી જવા માટે તેણે સૂર્યપ્રકાશ રેસિડન્સીના એન્ટ્રી ગેટથી જઇ એક્ઝિટ ગેટથી બહાર નીકળી ગયો હતો. તેણે જણાવ્યું કે જે સમયે કાર લઈ અંદર ગયો ત્યારે બાળકો દોડાદોડ કરતા હતા.

એક્સિડન્ટ કર્યાંની વાત તેણે નકારી છે. આમ તો ગાર્ડ સોસાયટીમાં બહારની ગાડી આવવા દેતા નથી, ત્યારે આ કારને કેવી રીતે અંદર જવા દીધી તે એક પ્રશ્ન છે. કાર ચાલકના બે મિત્રો સુર્યપ્રકાશ રેસિડન્સીમાં રહે છે, જેથી તેને બે રસ્તા હોવાની ખબર હતી.

અકસ્માત વખતે 5થી 6 કાર પ્રવેશતી દેખાઇ કેસને ઉકેલવા પોલીસે ઍક્સિડન્ટ થયો, ત્યારે બાળક સંવર જૈનને માતા કારમાં નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. તે સમયના ફુટેજથી પોલીસે રિવર્સ કેમેરા ઓપન કર્યા હતા. સૂર્ય દર્શન રેસિડન્સીના સીસીટીવીમાં મેઇન ગેટ કવર થાય છે. જેમાં સાંજે 7.30 થી 8 વાગ્યાની વચ્ચે 5 થી 6 કારો અંદર આવતી દેખાય છે. જેમાં એક વ્હાઇટ કાર હતી. આ કાર પાછી એક મિનીટમાં એક્ઝિટ ગેટથી બહાર નીકળી ફૂટેજમાં દેખાય છે. જેના પરથી શંકા ગઈ હતી.

ઘટના સમયે આવેલી રિક્ષાની તપાસ જરૂરી
હજુ એક રિક્ષાચાલકની પૂછપરછ કરવામાં આવે તો ખરેખર ઍક્સિડન્ટ કેટલા વાગ્યે થયું તે અંગેની ચોક્કસ માહિતી મળી શકે છે. કેમ કે એક રિક્ષા પણ રેસીડન્સીમાં આવે છે અને તે કારની પાછળ આવે છે આથી આ કારે અકસ્માત કર્યો હોય તો રિક્ષાચાલકને ચોક્કસ ખબર પડી હોય શકે .

અન્ય સમાચારો પણ છે...