તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલેનિયમ માર્કેટ-2ની ઘટના:માર્કેટ બંધ હોવા છતાં અંદરખાને વેપારીઓ કામ કરતાં પોલીસનો દરોડો, 27થી વધુને દંડ કરાયો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેટલાક વેપારીઓ ચોરી છુપીથી કાપડના પાર્સલનું કામ કરી રહી હોવાની બાતમી મળતા પોલીસે માર્કેટમાં દરોડો પાડયો હતો. - Divya Bhaskar
કેટલાક વેપારીઓ ચોરી છુપીથી કાપડના પાર્સલનું કામ કરી રહી હોવાની બાતમી મળતા પોલીસે માર્કેટમાં દરોડો પાડયો હતો.
  • પોલીસ જોઈને ભાગતા વેપારીઓ સીસીટીવીમાં કેદ થયા
  • કેટલાક વેપારીઓ માર્કેટની દિવાલો કૂદીને ભાગ્યા,માર્કેટમાં અફરાતફરી સર્જાઇ

પોલીસ કમિશનરે કાપડ માર્કેટની સંસ્થાઓ સાથે ચર્ચા કરીને માર્કેટ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. 5 મે સુધી માર્કેટ બંધની જાહેરાત છતાં ચોરીછૂપીથી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં પાર્સલનું કામ ચાલુ હોવાનું બહાર આવ્યું હતું. જેથી સલાબતપુરા પોલીસ માર્કેટમાં પહોંચી હતી. પોલીસને જોઇ વેપારીઓ અને લેબરમાંથી કેટલાક દિવાલ કૂદીને ભાગવા લાગ્યા. જે સીસીટીવીમાં કેદ થયા હતાં.પોલીસે ઘટનાસ્થળેથી 27 જેટલા વેપારી, લેબર અને મેન્ટેનન્સવાળા વિરુદ્ધ કાર્યવાહી કરીને એક હજાર રૂપિયાનો દંડ કરી તેમને છોડી મૂક્યા હતા.

રિંગરોડની મિલેનિયમ-2 માર્કેટની કેટલીક દુકાનો ખોલી દેતા પાલિકાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દોડતો થઈ જવા પામ્યો હતો.
રિંગરોડની મિલેનિયમ-2 માર્કેટની કેટલીક દુકાનો ખોલી દેતા પાલિકાના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દોડતો થઈ જવા પામ્યો હતો.

જાહેરનામાનો ભંગ કરતા વેપારીઓ
રિંગરોડ માર્કેટ ઉપરથી કેટલાક ટેમ્પો ટેક્સ્ટાઇલ માર્કેટના પાર્સલો લઇને પસાર થતા હોવાનો વીડિયો ફરતો થયો હતો.આ પાર્સલો કઈ માર્કેટથી આવે છે તેની માહિતી ન હતી. મિલેનિયમ માર્કેટમાંથી પાર્સલો લઇ જવાની હકીકત મળતા પોલીસ પહોંચી જતા અફરાતફરી સર્જાઇ હતી.

વેપારીઓએ કહ્યું, પગાર આપવા આવ્યા હતા
આ મામલે મિલેનિયમ માર્કેટ-2ના વેપારીઓએ જણાવ્યું હતું કે તેઓ તેમના કારીગરોને પગાર આપવા માટે તેમજ બેંકિંગ કામકાજ કરવા માટે માર્કેટ આવી દુકાનો ખોલી હતી. માર્કેટ મેન્ટેનન્સવાળા વિરુદ્ધ પોલીસ દ્વારા કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...