તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Despite The Government Giving All The Amount, The Corporation Will Buy 12,600 Injections, 4,800 Tablets And Smoke Rs 8 Crore For 44 Patients Of Mukar.

સુરતમાં સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત:સરકાર તમામ જથ્થો આપતી હોવા છતાં પાલિકા મ્યુકરના 44 દર્દી માટે 12,600 ઈન્જેક્શન, 4800 ટેબ્લેટ ખરીદી 8 કરોડનો ધુમાડો કરશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્થાયી સમિતિમાં 8 કરોડ મંજૂર કરવા રજૂ થયેલી દરખાસ્ત. - Divya Bhaskar
સ્થાયી સમિતિમાં 8 કરોડ મંજૂર કરવા રજૂ થયેલી દરખાસ્ત.
  • સ્મીમેર માંગે તેટલા ઇન્જેક્શન સરકાર દર બે દિવસે આપે છે છતાં 8 કરોડ ખર્ચવાની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મુકાઈ
  • મ્યુકરના કેસ ઘટતાં હવે સ્મીમેરમાં રોજના માંડ 2 દર્દી દાખલ થાય છે, અમદાવાદ પાલિકાએ પણ મ્યુકરની કોઈ દવા ખરીદી નથી

મ્યુકરના દર્દીઓ ઘટી રહ્યા છે અને રોજ સ્મીમેરમાં માંડ 2થી 3 દર્દી જ દાખલ થઈ રહ્યા છે. હાલ સ્મીમેરમાં 44 દર્દી સારવાર હેઠળ છે જેમને સરકાર તરફથી ફ્રીમાં ઇન્જેક્શન મળે છે. મોટાભાગની દર્દી 30 દિવસથી સારવાર હેઠળ છે છતાં તેમના નામે પાલિકાએ 8 કરોડના ઇન્જેક્શન-દવા ખરીદવાની તૈયારી કરી છે. 9 જૂને બહાર પાડેલા ટેન્ડરમાં બે કંપનીઓને કામ સોંપવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાઇ છે.

સરકાર પૂરતી દવા-ઇન્જેક્શનો આપે છે
શાસકો દરખાસ્ત મંજૂર કરે છે કે કેમ તે સવાલ છે પણ રાજ્યભરમાં એકમાત્ર સુરત પાલિકા જરૂર ન હોવા છતાં દવાઓ ખરીદી રહી છે. આ દરખાસ્ત પાછળ કૌભાંડ હોવાની ચર્ચા છે. નોંધનીય છે કે, સ્મીમેર હોસ્પિટલમાં હાલ રોજ માત્ર 2થી 3 દર્દી જ દાખલ થઈ રહ્યા છે અને સ્મીમેર તરફથી દર્દીઓ માટે માંગવામાં આવતા ઇન્જેક્શન સરકાર દ્વારા પૂરતા અપાય છે.​​​​​​​ પાલિકાએ સ્મીમેર હોસ્પિટલમાં આવતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે જરૂરી દવાઓ અને ઇન્જેકશનો રૂા.8.10 કરોડના ખર્ચે ખરીદી કરવાનું ટેન્ડર મંજૂર કરવા સ્થાયી સમિતિ પાસે મંજૂરી માંગવામાં આવી છે. હાલમાં સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યા ઘટી છે ત્યારે દવા અને ઇન્જેક્શનો પાછળ અધધ 7.87 કરોડના ખર્ચને લઇ પ્રશ્ન ઉભો થયો છે.

ગુરુવારે નિર્ણય લેવામાં આવશે
આગામી સ્ટેન્ડિંગ કમિટીની મળનાર બેઠકમાં દવા-ઇન્જેક્શનોની ખરીદી માટે નિર્ણય લેવામાં આવશે. દર્દીઓની સારવાર માટે 100 એમ.જીની પોસાકોનેઝોલ 4800 ટેબ્લેટ અને 50 એમજીના એમ્ફોટેસીન ઇન્જેકશન-બી ના 12600 વાયલની ખરીદી કરવા આયોજન કરાયું છે.​​​​​​​ પોસાકોનેઝોલ ટેબલેટની પ્રતિ ટેબના રૂા.480 અને એમ્ફોટેસીન-બીના પ્રતિવાયલ રૂા.6247નું લોએસ્ટ ટેન્ડર આવ્યું છે. આમ, ઇન્જેકશન અને દવા મળી કુલ 8.10 કરોડના આ કામ ઉપર ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.

મ્યુકર માઇકોસિસના કેસ ઘટી ગયા ત્યારે પાલિકાને ઇન્જેક્શન ખરીદવાનું સૂઝ્યું
દરખાસ્તમાં લખ્યું છે કે, સેકન્ડ વેવ અંતર્ગત સ્મીમેર હોસ્પિટલમાં દાખલ મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સારવાર માટે ઇન્જેક્શન અને દવા ખરીદવી છે.

સ્મીમેરના અધિકારીએ કહ્યું, ‘સરકાર પૂરતા ઇન્જેક્શન આપે છે’
સ્મીમેરમાં હાલ મ્યુકરના 44 દર્દીઓ સારવાર હેઠળ છે જે પૈકી અત્યંત ગંભીર દર્દી 10 છે. 44 દર્દીઓ માટે જરૂરી amphoteicin-b ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં સરકાર તરફથી મળતા હોવાનું સ્મીમેરના તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ સ્મીમેરમાં સારવાર માટે દાખલ 44 દર્દીઓને રોજ મહત્તમ amphoteicin bની 5 વાયલની જરૂર પડતી હોય છે. જે સ્મીમેરમાં પૂરતા પ્રમાણમાં હોવાથી દર્દીઓની સારવાર યોગ્ય રીતે થઇ રહી છે.

ટેન્ડર કેટલાનું છે એ મને યાદ નથી : ચેરમેન પરેશ પટેલ
સ્મીમેરમાં દાખલ મ્યુકરના દર્દીઓ માટે દવા અને ઇન્જેક્શન ખરીદવાની એક દરખાસ્ત આવી છે, પરંતુ ટેન્ડર કેટલા રૂપિયાનું છે તે હાલ મને યાદ નથી, કાલે કહીશ. > પરેશ પટેલ, ચેરમેન, સ્ટેન્ડિંગ

કેન્દ્ર રાજ્યને અને સરકાર પાલિકાને જથ્થો આપે છે
મ્યુકરના દર્દીઓ માટે અપાતા ઇન્જેક્શન કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવે છે અને રાજ્ય સરકાર જે-તે જિલ્લા અને મહાનગર પાલિકા સંચાલિત હોસ્પિટલોને આપે છે. ખાનગી હોસ્પિટલોને પણ પૂરા પાડવામાં આવતા ઇન્જેક્શન સરકાર દ્વારા આપવામાં આવે છે. આ માટે સુરતમાં સ્મીમેરને સેન્ટર બનાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...