તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણનો ભય:ગૌરવપથ-યુનિવર્સિટી રોડ પર લોકોનું ડિસ્ટન્સિંગ છતાં પોલીસની ‘દાદાગીરી’, દંડા બતાવી ભગાડ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રવિવારે મજૂરા ગેટ પાસે સિવિલ હોસ્પિટલ જવાના રસ્તે જ લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. લોકોની આ ભીડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા ત્રીજી લહેર આવી શકે છે. - Divya Bhaskar
રવિવારે મજૂરા ગેટ પાસે સિવિલ હોસ્પિટલ જવાના રસ્તે જ લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. લોકોની આ ભીડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા ત્રીજી લહેર આવી શકે છે.
  • સિવિલ હોસ્પિટલ જવાના રસ્તે ઉમટેલી આ ભીડ ત્રીજી લહેર લાવી શકે છે
  • ડુમસ રોડ પર રવિવારે મોટી સંખ્યામાં લોકો ફરવા નીકળતાં પોલીસે અટકાવી દીધા, ટ્રાફિક જામની સ્થિતિ

ગૌરવપથ અને યુનિવર્સિટી રોડ પર રવિવારે સાંજે પરિવાર સાથે નાસ્તો કરવા બેસેલા લોકો ઉપર પોલીસે દંડો ઉગામી રીતસર દાદાગીરી કરી હતી. પોલીસનો દંડો જોઇ એક બાળકી તો એટલી હેબતાઇ ગઇ કે તરત જ તેની માતાને ભેટી રડવા લાગી હતી. બીજી તરફ ડુમસ રોડ પરથી પણ પોલીસે સહેલાણીઓને પાછા વાળ્યા હતા.

પીપલોદ કારગીલ ચોક પાસે ફુટપાથ બેઠેલા ફેમિલીને પણ પોલીસ ભગાડી રહી હતી. પોલીસ ફેમિલી સાથે ફરવા નીકળેલા લોકોને રીતસર હેરાન કર્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હોવા છતાં પોલીસે લોકોને બેસવા દીધા ન હતા, જેના કારણે સહેલાણીઓએ પોલીસ સામે આક્રોશ ઠાલવ્યો હતો. ફુટપાથ પર મુકેલી લારીઓ બંધ કરાવી દેતા લારીવાળાઓની હાલત કફોડી બની હતી. રવિવારે સવારે ડુમસ પોલીસે ડુમસ ચોપાટી પણ બંધ કરાવી દીધી હતી.

યુનિવર્સિટી રોડ : પોલીસે દંડો ઉગામતા બાળકો ડર્યા
યુનિવર્સિટી રોડ : પોલીસે દંડો ઉગામતા બાળકો ડર્યા
ઘોડદોડ : ખાણી-પીણીની દુકાનો પર કાર્યવાહી નહીં
ઘોડદોડ : ખાણી-પીણીની દુકાનો પર કાર્યવાહી નહીં

ભજીયાની લારી, દુકાનો બંધ કરાવી
ડુમસ ચોપાટી પર બીચ બંધ કરવાની વાત કરી હતી છતાં પોલીસે ભજીયાની લારીઓ તેમજ અન્ય દુકાનોને પણ બંધ કરાવી દીધી હતી. એટલું જ નહિ, ડુમસ ફરવા માટે આવતા લોકોને પણ કુવાડા ત્રણ રસ્તાથી આવવા દીધા ન હતા. ખરેખર પાલિકા અને પોલીસ એકબીજાને ખો આપી સામાન્ય જનતાને હેરાન કરે છે. માત્ર ડુમસ બીચ બંધ કરવાથી કોરોના અટકી જશે, એવો સવાલ લોકો કરી રહ્યા હતા. શહેરમાં તમામ ખાણીપીણીની લારીઓ અને હોટેલ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી શરૂ કરવામાં આવી છે.
યુનિવર્સિટી રોડ પર નિયમ પાલન છતા પોલીસે દંડો ઉગામ્યો હતો. તો બીજી તરફ ઘોડદોડ રોડની ખાણીપીણીની દુકાને ભારે ભીડ હતી છતાં કોઇ કાર્યવાહી નહીં.

અન્ય સમાચારો પણ છે...