કતારગામનો ઓનર કિલિંગ કેસ:ઘેનની દવાના 2 ML ડોઝથી મોત થાય એ જાણવા છતાં ડો. દર્શનાએ માતા અને બહેનને 5 ગણો ડોઝ આપ્યો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. દર્શનાની સારવાર દરમિયાનની તસવીર. - Divya Bhaskar
ડો. દર્શનાની સારવાર દરમિયાનની તસવીર.
  • તબીબ પુત્રી પોતાના ક્લિનિકમાંથી 10-10 MLના ડોઝ લાવી હતી
  • ઊંઘની ગોળીઓ ખાધા પછી બચી જનાર તબીબ પુત્રીને આજે ડિસ્ચાર્જ અપાશે, ધરપકડ કરાશે

કતારગામની 31 વર્ષીય હોમિયોપેથી મહિલા તબીબ ડો.દર્શના પ્રજાપતિએ રવિવારે પોતાની 62 વર્ષીય માતા મંજુલાબેન અને 29 વર્ષીય નાની બહેન ફાલ્ગુનીને 10-10 એમએલના ઘેનના ઇન્જેક્શનના ડોઝ આપી હત્યા કર્યાનો ખુલાસો થયો છે.

મૃતક માતા અને દીકરીની ફાઇલ તસવીર.
મૃતક માતા અને દીકરીની ફાઇલ તસવીર.

10-10 MLના બે ડોઝ લઈને નીકળી હતી
ડો.દર્શના પોતે તબીબ હોવાથી તેને એ વાતની સારી પેઠે ખબર હતી કે ઘેનની દવાના ઇન્જેક્શનનો 2 એમએલથી વધુનો ડોઝ મોત નીપજાવી શકે છે. એ છતાં તેણે તેની માતા અને બહેનને પાંચ ગણા વધુ ડોઝ આપ્યા હતા. આટલું જ નહીં, ડો.દર્શનાએ આની તૈયારીના ભાગેરૂપે પોતાના ક્લિનિક પરથી આ 10-10 એમએલના બે ડોઝ એટલે કે 20 એમએલ ડોઝ લઇને નીકળી હતી. ઘેનના ઇન્જેક્શન આપી માતા અને બહેનની હત્યા કરી હતી. બાદમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર મહિલા તબીબ ડો.દર્શના કાંતિલાલ પ્રજાપતિ વિરુદ્ધ ચોકબજાર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

આજે ડિસ્ચાર્જ આપી ધરપકડ કરશે
ડો. દર્શના હાલ કિરણ હોસ્પિટલમાં પોલીસની વોચ હેઠળ સારવાર લઇ રહી છે. બીજી તરફ તેની માતા મંજુલાબેન અને બહેન ફાલ્ગુનની સોમવારે અંતિમવિધિ કરવામાં આવી હતી. આરોપી મહિલા તબીબ દર્શના પ્રજાપતિની તબિયત હાલ સુધારા પર છે. હોસ્પિટલથી મંગળવારે ડિસ્ચાર્જ અપાયા બાદ તેની ધરપકડ કરાશે.

ડો.દર્શના આત્મહત્યા ન કરે એ માટે સતત વોચ
માતા અને બહેનની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ કરનાર ડો.દર્શના હાલ કિરણ હોસ્પિટલમાં સારવારમાં વિક્ષેપ ઊભો કરવાના પ્રયાસો કરી રહી છે. બોટલની નળી ખેંચવાની હરકતો કરતી દર્શના મેડિક્લ ઈન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ જાણતી હોવાથી તે ફરીથી આત્મહત્યાની કોશિશ ન કરે એ માટે હોસ્પિટલના સ્ટાફ અને 2 પોલીસકર્મી તેની નજીક તહેનાત રાખવામાં આવ્યા છે.

શરીર પર ઇજાના કોઈ નિશાન મળ્યા નથી
સ્મિમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડો. ઈલ્યાસ શેખે જણાવ્યું હતું કે ડો. દર્શના પ્રજાપતિની માતા મંજુલાબેન અને બહેન ફાલ્ગુનીના શરીર પર કોઈ દેખીતી ઈજાના નિશાન મળ્યા નથી. કેટલા કલાક બાદ તેમનાં મોત થયા એ જાણવા માટે વિશેરાના સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...