તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ:બાયપાસ, અસ્થમા, પ્રોસ્ટેટ અને હાઇડ્રોસિલની બિમારી વચ્ચે પણ 90 વર્ષના વૃદ્ધે ઘરે રહીને જ કોરોનાને હરાવ્યો

સુરત11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પરિવાર સાથે સુરેશભાઈ દેસાઇ. - Divya Bhaskar
પરિવાર સાથે સુરેશભાઈ દેસાઇ.
 • સુરેશભાઇ કહે છે ‘ડરીને નહીં લડીને જીતાય’, પરિવારના સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવતા હિંમત વધી હતી

સુમુલડેરી રોડ પર રહેતા 90 વર્ષનાં સુરેશભાઇ દેસાઇએ બાયપાસ, અસ્થમા, પ્રોસ્ટેટ અને હાઈડ્રોસિલ અવસ્થા વચ્ચે ત્રણ બિમારીઓ અને ઓપરેશનની સાથે ઘરે રહીને જ કોરોનાને મ્હાત આપી છે. મનોબળ મક્કમ હોય તો કશું અશક્ય નથી. આ વાતને સુરેશભાઇ સાચી પાડી છે. હોમ ટ્રીટમેન્ટ લેવાનું નક્કી કર્યા પછી પોતાનાં ડોક્ટરની તમામ વાતો સાંભળી અને એનું અક્ષરશ: પાલન કરી પરિવારને પણ કોરોના વચ્ચેથી બચાવ્યો છે.

સુમુલડેરી રોડ, ગુણાતિત એપાર્ટમેન્ટની એ વિંગમાં રહેતા 90 વર્ષીય સુરેશભાઈ દેસાઈને 8મી એપ્રિલે પહેલી વાર તાવ જણાયો. તેમણે ફેમિલી ડોક્ટરને ફોન કરી પેરેસિટામોલ લીધી, 8મીએ જ રાત્રે 3.30 વાગ્યે બાથરૂમ જતી વેળા ઢળી પડ્યા. ઉંમર વધુ તાવ અને થોડી અશક્તિ હોવાથી પરિવાર ચિંતામાં મુકાયો, તરત 9 એપ્રિલે 62 વર્ષના પુત્ર અનુપ દેસાઈએ રેપિડ ટેસ્ટ અને ડી-ડાઈમર રિપોર્ટ કરાવ્યો, રેપિડ નેગેટિવ આવ્યો.

જોકે વીકનેસ વધતાં તબીબની સલાહ લીધી-તેમણે કહ્યું, દાખલ કરવા જોઈએ. પણ 90 વર્ષનાં સુરેશભાઇએ દાખલ થવાને બદલે ઘરે રહીને જ ટ્રીટમેન્ટ લેવાનું નક્કી કર્યું. 17મીએ તકલીફ જણાતાં બ્લડ ટેસ્ટ કરાવ્યા જેમાં સીઆરપી વધુ આવતા ઈન્ફેક્શન હોવાની શક્યતા વધી. માટે RTPCR અને CT કરાવ્યું જેમાં કોરોના સંક્રમણ જણાયું. સુરેશભાઈએ પરિવારને કોઇ પણ ચિંતા ન કરવા કહી માત્ર કાળજી રાખવા જણાવ્યું. તેમના 62 વર્ષીય પુત્ર અનુપ દેસાઈ અને 60 વર્ષીય પુત્રવધુ હિતાબેન દેસાઈનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

સમયસર સારવાર અને દર્દી માટે હિંમત વધુ જરૂરી
ડો. નિલેશ કવાડે સુરેશભાઇને તપાસ્યા પછી કહ્યું કે-જો ઓક્સિજન લેવલ મેઇન્ટેઇન રહેતું હોય અને સુરેશભાઇ હિંમત રાખતા હોય તો ઘરે રહીને જ સારવાર કરીએ. ડોક્ટરનાં આ શબ્દો બાદ હિંમત, પરિવારનો સાથ અને તબીબનો સહકાર આ ત્રણની મદદ વડે સુરેશભાઇએ કોરોનાને હરાવી દીધો.

સુરતમાં 10 દિવસમાં રીકવરી રેટ 77.5 ટકાથી વધી 83.4 ટકા થયા​​​​​​​

શહેર અને જિલ્લામાં નવા કેસ કરતા સાજા થનારાની સંખ્યા સતત છઠ્ઠા દિવસે પણ વધતા સાજા થનારની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. કોરોનાથી સાજા થવાનો રીકવરી રેટ પણ 10 દિવસમાં 77.5 ટકાથી વધીને 83.4 ટકા થયો છે. 11 એપ્રિલે રીકવરી રેટ 92.3 ટકા હતો. જો કે 24 એપ્રિલ સુધીમાં 77.5 ટકા થઇ ગયો હતો.

મંગળવારે શહેરમાં 1214 અને જિલ્લામાં 360 કેસ નોંધાયા હતાં, જ્યારે શહેરમાંથી 2165 અને જિલ્લામાંથી 418 મળીને કુલ 2583 દર્દીઓને રજા મળતાં કુલ સાજા થનાર દર્દીઓની સંખ્યા 102207 પર પહોંચી છે. મંગળવારે શહેરમાં 08 અને જિલ્લામાં 02 મળી શહેર જિલ્લામાં 10 કોરોના દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1821 થઈ ગયો છે. મંગળવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 18366 થઈ ગઈ છે. કુલ કેસોમાંથી રાંદેરમાં સૌથી વધુ 315 અને અઠવામાં 301 કેસ નોંધાયા હતાં, જ્યારે 81 કેસ સેન્ટ્રલ ઝોનમાં નોંધાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો