રસીકરણ બાકી:ફ્રન્ટ વોરિયર્સ હોવા છતાં પાલિકાના 3,266 કર્મચારીનું 291 દિવસે પણ રસીકરણ બાકી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શહેર આખામાં મોપઅપ અભિયાન થકી રસી વંચિતોને શોધી રહેલું તંત્ર પોતે જ સજાગ નથી
  • 21,106 કર્મી પૈકી 17,840એ પ્રથમ, 15,350એ સેકન્ડ ડોઝ લીધા, 2,490 કર્મીઓ હજુ બાકાત

સુરત શહેરે કોરોના રસીના પ્રથમ ડોઝનું 100 ટકાથી વધુ રસીકરણ નોંધાવી સિદ્ધિ નોંધાવી છે. જોકે ફ્રન્ટ વોરિયર્સ ગણાતા પાલિકાના 27 ટકા કર્મીઓ હજુ વેક્સિનથી વંચિત છે. 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થયા બાદ કુલ 21,106 કર્મીઓ પૈકી 3,266એ હજુ સુધી રસી લીધી નથી. જ્યારે 2,490 કર્મીઓ વિવિધ કારણોસર સેકન્ડ ડોઝ ટાળી રહ્યાં છે.

શહેરમાં 36.21 લાખ લોકોને પ્રથમ તો 20.17 લાખ લોકોને સેકન્ડ ડોઝ અપાયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પાલિકાના 21,106 કર્મચારીઓ પૈકી 17,840 કર્મીઓને પ્રથમ ડોઝ અપાયો છે. જ્યારે 15,350 કર્મીઓ સેકન્ડ ડોઝ પણ કમ્પ્લિટ કરી ચુક્યા છે. તેમ છતાં 3,266 કર્મીઓ હજુ વેક્સિન લેવા પહોંચ્યા નથી. જેમાં 2,490 કર્મીઓ સેકન્ડ ડોઝમાં બાકી બોલી રહ્યા છે. સરેરાશ 72.73 ટકા પાલિકા કર્મીઓનું જ વેક્સિન થયું હોવાનું જાણવા મળ્યું છે.

નૂતનવર્ષ-ભાઈ બીજે રસીકરણ બંધ રહી શકે
શહેરમાં કુલ 56.38 લાખ ડોઝ વેક્સિન થયું છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલી કામગીરીમાં સ્ટાફની મોટાભાગની રજા રદ્દ કરાઇ હતી. જેથી દિવાળી ઉત્સવને ધ્યાનમાં રાખી શુક્રવારે બેસતા વર્ષની અને શનિવારે ભાઇ બીજની રજા આપવા વિચારણા કરાઇ હતી. પાલિકાના મેડિકલ ઓફિસર ડો. પ્રદિપ ઉમરીગરે કહ્યું કે, આ બે દિવસે વેક્સિન બંધ રાખવાનું વિચારાયું છે. જો કે આ અંગે સરકાર તરફથી પરિપત્ર મળ્યા પછી સત્તાવાર જાહેરાત કરાશે.

અન્ય સમાચારો પણ છે...