તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત ડ્રિંક & ડ્રાઇવ કેસ:દારૂ પીને કાર ચલાવતો હોવાનું અતુલ વેકરિયાએ કબૂલ્યું, છતાં પોલીસે હળવી કલમ લગાવી; જામીન મંજૂર

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વેકરિયાને મેડિકલ માટે સિવિલ લઇ જવાયા હતા. - Divya Bhaskar
વેકરિયાને મેડિકલ માટે સિવિલ લઇ જવાયા હતા.
 • પોલીસે સાપરાધ મનુષ્યવધની 304નો ગુનો નોંધવાને બદલે 304 (અ) દાખલ કરતા જામીન મળી ગયા
 • વેકરિયાને લોકોએ રાત્રે 9 વાગે પોલીસને સોપ્યો, પણ મેડિકલ 9 કલાક પછી કરાયું
 • ટ્રાફિક પોલીસની 304ની કલમ ઉમેરવા કહ્યું છતા MLAના ઇશારે વેકરિયાને બચાવી લેવાયો

શહેરના ચર્ચાસ્પદ અતુલ વેકરિયાના ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં પોલીસે ભાજપના એમએલએના ઇશારે સાપરાધ મનુષ્ય વધની 304 કલમ હેઠળ ગુનો નોંધવાને બદલે માત્ર અકસ્માતની 304(અ) કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેથી ઘટનાના 24 જ કલાકમાં અતુલ વેકરિયાને જામીન મળી ગયા હતા.

સમગ્ર ઘટના શું હતી?
શુક્રવારે મોડી સાંજે 9 વાગે દારૂ પીધેલી હાલતમાં વૈભવી કાર હંકારી વેસુના અભિષેક પાર્કમાં રહેતી અને યુનિવર્સિટીમાં જુ. ક્લાર્ક તરીકે ફરજ બજાવતી 29 વર્ષિય ઉર્વશી ચૌધરીનું 25થી 30 ફૂટ જેટલી ઘસડી હતી. ઉર્વશી તેના ભાઇ સાથે એસ.ડી. જૈન સ્કૂલ પાસે ફ્રેંકી લેવા માટે આવી હતી. અકસ્માત બાદ લોકોએ અતુલ વેકરિયાને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. જોકે પોલીસ 9 કલાક પછી એટલે કે સવારે 5 વાગે સિવિલ હોસ્પિટલમાં વેકરિયાનું મેડિકલ કરાવવા માટે લઇ ગઇ હતી. 24 કલાક પછી પણ તેની સામે દારૂ પીધાનો કેસ નોંધાયો નથી.

દારૂના નશામાં અકસ્માત થાય તો 304 હેઠળ ગુનો બને

 • દારૂના નશામાં અકસ્માત કરનાર સામે સાપરાધ મનુષ્યવધ લાગુ પડે. કોઇપણ વ્યક્તિ દારૂ પીને વાહન ચલાવે છે ત્યારે અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે. આવી સમજણ હોવા છતા વાહન ચલાવે તો 304 હેઠળ ગુનો દાખલ થાય.: સુધિર સિન્હા, નિવૃત્ત ડીજીપી
 • અકસ્માતના ગુનામાં ચાલક દારૂ પીધેલો હોય તો સાપરાધ મનુષ્યવધનો ગુનો બને છે. જે જામીનપાત્ર નથી અને તેમાં સજાની જોગવાઇ પણ 10 વર્ષની હોય છે. આરોપીના મેડિકલ પછી 304નો ગુનો દાખલ થઇ શકે. : ઝમીર શેખ, એડવોકેટ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો