બેદરકારી:ત્રણ દિવસમાં 99 કેસ છતાં ડેશબોર્ડ શૂન્ય બતાવતું હતું, ISD-આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકાની વેબસાઈટ અને એપ પરના ડેસ્ક બોર્ડ પર છેલ્લા ત્રણ દિવસથી પોઝિટિવ કેસની માહિતી દર્શાવવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. સોમ, મંગળ અને બુધવારના કોરોના પોઝિટિવ કેસોના આંકડા ઝિરો જ દર્શાવાતાં વિવાદ ઉભો થયો હતો ગુરુવારે ભુલને સુધારી લેવાઇ હતી. 3 દિવસ સુધીમાં તો 99 પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા હતાં. ડેશબોર્ડ પર ત્રણેય દિવસના આંકડામાં ઝિરો હતો.

ટેકનિકલ કારણોસર ક્ષતિ રહી ગઈ હશે  
‘આઈએસડી વિભાગ અને આરોગ્ય વિભાગ બંને ભેગા થઈને ડેટા અપડેટ કરાતું હોય છે પરંતુ તે અપલોડ કરવાનું જ રહી ગયું હતું, આ ડેટા ડેઈલી અપલોડ કરવાના હોય છે. જો આજે 44 કેસ પોઝિટિવ આવ્યાં તો તે તમામના જે ઘર હોય ગલી હોય ત્યાં જઈ નોટ કરવું પડે ત્યાર પછી માહિતી આઈએસડી વિભાગમાં જાય પછી વેબસાઈડ એપમાં ડેટા અપલોડ થાય છે. આમ ટેકનિકલ કારણોસર આ ક્ષતિ રહી ગઈ હોય શકે છે.’ તેમ પાલિકાના આરોગ્ય અધિકારી ડો.પ્રદિપ ઉમરીગરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...