તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતીના જુસ્સાની જીત:100% ફેફસા ડેમેજ છતાં 100 દિવસની સારવાર બાદ 60 વર્ષના વૃદ્ધા સાજા થયાં, દિકરાએ કહ્યું,‘ મારી માતાનો આ બીજો જન્મ થયો છે’

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવતીની સફળ સારવાર કરવામાં આવી - Divya Bhaskar
યુવતીની સફળ સારવાર કરવામાં આવી
  • લીલાબેન પટેલને 60 દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયા હતા

શહેરના 60 વર્ષના લીલાબેન પટેલે 100 ટકા સંક્રમિત હોવા છતાં 100 દિવસની સારવાર પછી કોરોનાને હરાવ્યો. જયારે કોરોનાનો બીજો વેવ શરૂ થયો ત્યારે તેમને કોરોનાનું સંક્રમણ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. હવે બીજો વેવ પૂર્ણ થયો છે ત્યારે ત્રણ થી સાડા ત્રણ મહિનાની સારવાર પછી તેઓ ઘરે પરત ફરશે. લીલા પટેલના ફેફસા 100 ટકા ડેમેજ થઈ ચુક્યા હતા. અને તેમને 60 દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં હતા.

‘હું મારા પરિવારની હિંમતથી હકારાત્મક રહી’
લીલા પટેલના પુત્ર કેતન પટેલે જણાવ્યું કે ‘મારી માતાનો આ બીજો જન્મ થયો છે એવું જ માનીએ છીએ’. લીલા પટેલે જણાવ્યું કે ‘હવે જલ્દી ઘરે જવું છે. મને મારા છોકરાઓની ઘણી યાદ આવે છે.પરિવારના કારણે મેં હિંમત રાખી. બસ એ જ કારણથી હું આટલી હકારાત્મક રહી છું.’

100 ટકા ફેફસા ડેમેજમાં બચવું મુશ્કેલ હોય છે
જયારે હોસ્પિટલમાં કોવિડના 3 દર્દીઓ હતા ત્યારે લીલાબેન પટેલ એડમિટ થયા હતા. 100 ટકા ફેફસા ડેમેજ થવાના કેસમાં લગભગ દર્દીનું બચવું મુશ્કેલ હોય છે. છતાં દર્દીની હિંમત અને હોસ્પિટલના સ્ટાફની મહેનતને કારણે તેઓ બચી શક્યા. > ડો.હાર્દિપ મનિઆર

અન્ય સમાચારો પણ છે...