તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મકાનના કબજા મુદ્દે દેરાણીએ જેઠાણીને જ બચકું ભરી લીધું

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કતારગામની ઘટના મુદ્દે સામસામી ફરિયાદ

કતારગામમાં મકાન ખાલી કરવાના મુદ્દે દેરાણી-જેઠાણી વચ્ચે મારામારી થઈ હતી. દેરાણીને જેઠાણીને નખોરિયા મારીને બચકું ભરી લીધું હતું. દેરાણી-જેઠાણીએ સામસામી ફરિયાદ નોંધાવી છે. કતારગામમાં વેડરોડ પર બહુચરનગરમાં રહેતી સુરેશ રાઠોડ તેની પત્ની હંસાબેન અને દિકરી સાથે રહે છે. મંગળવારે હંસાબેનનો દિયર દિનેશ અને દેરાણી દર્શના તેમજ દિનેશના સાસુ-સસરા આવ્યા હતા.

દિનેશે સુરેશ અને તેની પત્નીને કહ્યું કે તમારા ફ્લેટમાં રહેવા જાવો, સુરેશે કહ્યું કે ફ્લેટમાં હજી કામ ચાલે છે,હંસાએ બે દિવસમાં પોતાના ફ્લેટમાં ચાલ્યા જઈશું ત્યાર સુધી રહેવા દો એવું કહેતા દર્શનાએ અત્યારે જ મકાન ખાલી કરો એવું કહ્યું.તેથી બંને વચ્ચે ઝગડો થયો હતો. દર્શનાએ હંસાને નખોરિયાઓ મારી દીધા હતા તેમજ ડાબા હાથે બચકું ભરી લીધું હતું.હંસાએ દર્શના-દિનેશ તેમજ દિનેશના સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સામે દર્શનાએ પણ જેઠાણી હંસાબેન વિરુદ્ધ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સામા પક્ષે હંસાએ પણ દર્શના સાથે ઝગડો કરી દર્શનાની માતાને તમાચા મારીને હાથપગ તોડાવી દેવાની ધમકી આપી હતી.જેથી ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો