ખાડી પોલિટિક્સ:સુરતમાં મેયર, ડે. મેયર અને શાસક પક્ષના નેતાના ફોટો લગાવી 'આપ' દ્વારા દૂષિત ખાડીની સફાઈ

સુરત4 મહિનો પહેલા
સતત ચોથા દિવસે આપ દ્વારા ખાડીની સફાઈ.
  • કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની મદદ ન કરવામાં આવી હોવાનો આપનો આક્ષેપ

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સતત છેલ્લા ત્રણ દિવસથી ખાડી સાફ કરવામાં આવી રહી છે. આજે તેનો ચોથો દિવસ શરૂ થઈ ગયો છે. કોર્પોરેશનના સત્તાધીશોના પાપે ખાડીની આવી દયનિય સ્થિતિ છે. જેનો શ્રેય પણ શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સમિતિના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાને આપવો જરૂરી છે. જેથી આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કરતા ત્રણેયના ફોટા ખાડી પાસે લગાવી દીધા છે.

ખાડી સાફ કરવા મશીનરી માગી પણ ન આપી
ખાડી સાફ કરવાનો આજે ચોથો દિવસ છે. જેમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો-નેતાઓ તમામ કામે લાગ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ખાડી સાફ કરવા માટે મશીનરી માગવામાં આવી રહી છે તેમજ કોર્પોરેશનનો જે સ્ટાફ કામ કરતો હોય છે.તે સ્ટાફના કેટલાક માણસોની પણ માંગ કરવામાં આવી છે. પરંતુ શાસક પક્ષ દ્વારા તેમને કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી ન હોવાની વાત આમ આદમી પાર્ટીના નેતા કરી રહ્યા છે.

કોર્પોરેશન દ્વારા કામગીરી ન કરતા લોકોમાં પણ રોષ.
કોર્પોરેશન દ્વારા કામગીરી ન કરતા લોકોમાં પણ રોષ.

ખાડીના દૂષિત પાણીથી લોકો ત્રસ્ત
ખાડી અતિશય દુર્ગંધ મારી રહી છે અને દૂષિત પાણીના કારણે આસપાસના લોકો પણ તેનાથી ત્રસ્ત થઈ ગયા છે. વારંવાર સ્થાનિકોની રજૂઆતો છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઇ કામગીરી ન થતાં સ્વાભાવિક રીતે જ રોષ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી પોતાના પક્ષની છબી સુધારવા માટે સતત લોકો વચ્ચે જઇને તેમના પ્રશ્નોને હલ કરવા માટેની શરૂઆત કરી છે. જે પ્રશ્નો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હોય છે તેવા પ્રશ્નોને લઈને તેઓ સત્તા પક્ષને ઊંઘ હરામ કરી રહ્યા છે.

ખાડી સાફ કરવા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો-નેતાઓ તમામ કામે લાગ્યા.
ખાડી સાફ કરવા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો-નેતાઓ તમામ કામે લાગ્યા.

સત્તાધીશોના ઉદાસીન વલણથી લોકોમાં રોષ
ખાડીના કારણે અનેક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. કારણકે દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ આ વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ચોમાસુ હવે શરૂ થવાને થોડો સમય બાકી છે જરા પણ વરસાદનું પ્રમાણ વધે છે ત્યારે થાળીમાં પુરાવા ની સ્થિતિ સર્જાય છે અને તેવા સમયે રહેણાંક વિસ્તારોમાં ખાડીનું દૂષિત પાણી પ્રવેશી જવાથી અનેક વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને એવી સ્થિતિ ઊભી થાય તે માટે કોર્પોરેશન દ્વારા પહેલાથી જ કામગીરી શરૂ કરી દેવી જોઈએ, પરંતુ અત્યારે પણ ખાડી ખૂબ જ વિષમ પરિસ્થિતિમાં છે. છતાં સત્તાધીશોના ઉદાસીન વલણના કારણે આમ આદમી પાર્ટી લોકોના પક્ષી ઉભા રહીને કામ કરતી હોય તેવી છબી ઊભી કરવામાં સફળ થઇ રહી છે.

કોર્પોરેશનના સત્તાધીશોના પાપે ખાડીની આવી દયનિય સ્થિતિ.
કોર્પોરેશનના સત્તાધીશોના પાપે ખાડીની આવી દયનિય સ્થિતિ.