તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ACBએ તપાસ હાથ ધરી:GST નંબર માટે ડેપ્યુટી કમિશનર-વકીલે સેંકડો વેપારી પાસેથી લાંચ લીધી હોવાની આશંકા

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 લાખના લાંચ કેસમાં જીએસટી અધિકારી, વકીલ સહિત 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર
  • અધિકારી અને વકીલ વચ્ચે લાંચના નાણાંની ભાગબટાઈ અંગે પણ એસીબીએ તપાસ હાથ ધરી

રદ થયેલો જીએસટી નંબર ચાલુ કરાવવા માટે વેપારી પાસેથી જીએસટીના ડેપ્યુટી વેરા કમિશનર નરસિંહ પાંડોર વતી એક લાખની વકીલે લાંચ લેવાના કેસમાં ચારેય આરોપીના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એસીબીએ વકીલ-અધિકારી સહિત ચારેયના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

એસીબીએ રિમાન્ડના કારણોમાં કોર્ટને કહ્યું હતું કે, જીએસટી નંબર અને અન્ય જીએસટીને લગતી કામગીરી માટે ડે.કમિશનર અને વકીલે અન્ય વેપારીઓ પાસેથી પણ લાંચ લીધી હોવાનું નકારી શકાય નહીં. ઉપરાંત એક લાખની લાંચમાં અધિકારી અને વકીલ વચ્ચે કેટલાં નાણાંનો હિસ્સો હતો તે અંગે પણ તપાસ કરવાની બાકી છે. આ ઉપરાંત વકીલ અને અધિકારીના અને તેમના પરિવારના સભ્યોના નામે બેન્ક ખાતા, લોકરો, એફડી, એલઆઈસી પોલીસીઓ તથા શેરોમાં રોકાણા ઉપરાંત જમીન-મિલ્કતોમાં રોકાણ અંગે પણ એસીબીએ તપાસ શરૂ કરી છે.

અધિકારીએ વેપારીને વકીલ પાસે મોકલી ફાઈલ તૈયાર કરાવી હતી
વેપારી પાસેથી પહેલા જીએસટી અધિકારી નરસિંહ પાંડોરે બે લાખની માંગણી કરી હતી.ત્યારબાદ તેમણે વકીલ અને ટેક્સ કન્સલ્ટન્ટનું કામ કરતા વકીલ કિશોરચંદ પટેલનુ નામ આપી તેમની પાસે ફાઈલ તૈયાર કરાવવાનું કહ્યું હતું. અધિકારીની સૂચના મુજબ વેપારીએ તે વકીલ પાસે ફાઈલ તૈયાર કરાવી તે પેટે પહેલા રૂા.50 હજાર આપ્યા હતા. અને ફાઈલ જીએસટીમાં સબમીટ કરાવી દીધી હતી. બાકીના દોઢ લાખમાંથી નાણાં ઓછા કરાવી એક લાખ લીધા હતા.

સબમીટ કરેલી ફાઈલના દસ્તાવેજોની તપાસ
વેપારીએ અધિકારીની સુચના પ્રમાણે વકીલ પાસે જે ફાઈલ તૈયાર કરાવી હતી તે ફાઈલ જીએસટીમાં સબમીટ કરાવી દીધા પછી લાંચ લેવામાં આવી હતી.જેથી આ ફાઈલ અને ઓરીજીનલ દસ્તાવેજો એસીબી દ્વારા જીએસટીમાંથી મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે અને આ તમામ દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે તેમ એસીબી સૂત્રોએ જણાવ્યું છે. દસ્તાવેજો ખરેખર ખોટાં છે કે સાચા તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...