ક્રાઇમ:ડેપો મેનેજરનો પાસવર્ડ મેળવી 60 ટ્રીપ રદ કરી 6 લાખના કૌભાંડમાં 4 એજન્ટ, કંડકટર ઝડપાયા

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત ડેપો મેનેજરનો આઈડી અને પાસવર્ડ ચોરી કરી 11 એજન્ટોએ દાહોદથી ગોંડલની 60 ટ્રીપો કેન્સલ કરાવી ટિકિટોનું 1.60 લાખનું રિફંડ મેળવી 6.12 લાખનું ગુજરાત વ્યાપી કૌભાંડ કર્યુ હતું. આ કૌભાંડમાં વિપુલ મોહનીયા (દાહોદ, એજન્ટ),ચિંતન પંચાલ (દાહોદ, એજન્ટ), કુલદીપસિંહ જાડેજા (રાજકોટ, એજન્ટ), સુરેશ નલવાયા(દાહોદ, એજન્ટ), અનવર મોહંમદ યુસુફ આકબાણી(જામનગર, કડકંટર)ને ઝડપી લીધા છે.

પાંચેય આરોપીઓના બેંક ખાતામાં રિફંડના નાણા જમા થયા હતા. 17 એપ્રિલથી 12મે સુધીની ટ્રીપો કેન્સલ કરાઈ હતી. દાહોદથી ગોંડલની બસની ટ્રીપ કડકંટરે મારી હતી છતાં કેટલાક પેસેન્જરો રિફંડ માટે કંડકટર પાસે આવ્યા હતા. આથી કડકંટરે ઉપલા અધિકારીને જાણ કરી હતી. આ ટ્રીપ સુરત ડેપો મેનેજરના આઈડીથી કેન્સલ કરાઈ હતી. GSRTCના અધિકારીઓએ ડેપો મેનેજરને પૂછતાં તેણે આવી કોઈ ટ્રીપ કેન્સલ કરી ન હોવાનું કહેતા કૌભાંડ બહાર આવ્યું.

અન્ય સમાચારો પણ છે...