પાર્કિગ માટે પરેશાની:GSTના પાર્કિંગમાં જપ્ત વાહનોનો જમાવડો લોકો રસ્તા પર ગાડી પાર્ક કરવા મજબૂર થયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્યુમેન્ટ વગરના જપ્ત કરાયેલા વાહનોને પાર્કિંગમાં મૂકવામાં આવે છે

નાનપુરા ડચ ગાર્ડન પાસે આવેલી જીએસટી ઓફિસમાં હાલ વેપારીઓ અને ટેક્સ કન્સલ્ટન્ટ પાર્કિગ માટે પરેશાની ભોગવી રહ્યા છે. અધિકારીઓએ જપ્ત કરેલા ટેમ્પા-ટ્રક સહિતના વાહનો પાર્કિગમાં જ રહેતા હોવાથી અગાઉથી જ નાનો પાર્કિગનો એરિયા વધુ નાનો થઈ ગયો છે. ઉપરાંત રસ્તા પર ઊભી રહેતી કાર કે ટુ-વ્હીલરને ટ્રાફિક પોલીસની ક્રેઇન ઉંચકીને લઇ જતી હોય તેથી લોકો અને અધિકારીઓ કાર પણ ડિપાર્ટમેન્ટના પાકિંગમાં મૂકતા થયા છે.

જીએસટી વિભાગ દ્વારા મોબાઇલ ચેકિંગ કે દરોડા દરમિયાન જે વાહનો ચેક કરાય છે તેમાં ડોક્યુમેન્ટ ન હોય અને વાહન જપ્ત જ કરવુ પડે એવી સ્થિતિ હોય ત્યારે આવા વાહન નાનપુરા એસજીએસટીની ઓફિસમાં મૂકી દેવાયે છે. હાલ 3 મોટા ટેમ્પા પાકિંગમાં મૂકાયા છે. નોંધનીય છે કે સીજીએસટીમાં જપ્ત કરાતા વાહનો પાર્કિંગમાં રાખતા નથી.

જપ્ત વાહનો મહિના સુધી પડી રહે છે
જીએસટી ભવનના સૂત્રો કહે છે કે, પાર્કિંગમાં જપ્ત વાહનો મહિના સુધી પડયા રહે છે. જેનો માલ છે એ વેપારી હાજર જ ન રહેતા હોય વાહનો જલદી છોડવામાં આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...