તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:​​​​​​​સુરતના મહિલા હોમગાર્ડને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકવું ભારે પડ્યું, ડિપાર્ટમેન્ટે સસ્પેન્ડ કર્યા

સુરત3 મહિનો પહેલા
હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ સામે પગલાં લેવાયા છે.
  • મહિલા હોમગાર્ડના વીડિયો દીકરાએ મૂક્યા હોવાનો બચાવ કર્યો હતો

સોશિયલ મીડિયામાં શોર્ટ વીડિયો વાઇરલ કરનાર હોમગાર્ડ મહિલાને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. એક અઠવાડિયા પહેલા હોમગાર્ડ દીપમાલાએ વીડિયો વાઇરલ કરતા કમાન્ડિંગ ઓફિસરે તપાસના આદેશ આપ્યા હતાં. એટલું નહિ પણ હોમગાર્ડ કચેરીના પરિપત્રનું ઉલ્લંઘન કરનાર મહિલા હોમગાર્ડ સામે તાત્કાલિક પગલાં ભરવા માગ પણ ઉઠી હતી. અગાઉ આવા કેસોમાં બે જણા સામે શિક્ષાત્મક પગલાં ભરાયા હતા. હોમગાર્ડ કમાન્ડર ઓફિસરે જણાવ્યું હતું કે, જ્યા સુધી બીજો ઓડર નહિ થાય ત્યાં સુધી દીપમાલાને સસ્પેન્ડ કરવાનો આદેશ મળ્યો છે.

વીડિયો દીકરાથી ભૂલમાં વીડિયો વાઇરલ કર્યો હોવાનો મહિલા હોમગાર્ડે બચાવ કર્યો હતો.
વીડિયો દીકરાથી ભૂલમાં વીડિયો વાઇરલ કર્યો હોવાનો મહિલા હોમગાર્ડે બચાવ કર્યો હતો.

વર્દીનું અપમાન થતા સસ્પેન્ડ કરાયા
એસ. કે. પટેલ (હોમગાર્ડ ઓફિસર) એ જણાવ્યું હતું કે, ખાખીને બદનામ કરતા કોઈ પણ કર્મચારી હોય કે અધિકારી તેને માફ ન કરાઇ, હોમગાર્ડ દીપમાલાએ વર્દીનું અપમાન કરતા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા. જે બાબત ધ્યાન પર આવતા તપાસના આદેશ અને નોટિસ અપાઈ હતી.

હોમગાર્ડ ઓફિસરએ જણાવ્યું હતું કે, ખાખીને બદનામ કરતા કોઈ પણ કર્મચારી હોય કે અધિકારી તેને માફ ન કરાઇ
હોમગાર્ડ ઓફિસરએ જણાવ્યું હતું કે, ખાખીને બદનામ કરતા કોઈ પણ કર્મચારી હોય કે અધિકારી તેને માફ ન કરાઇ

દીકરાએ વીડિયો વાઈરલ કર્યાનો બચાવ કરાયો
વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરનાર દીપમાલાએ પોતાના બચાવમાં વીડિયો દીકરાથી ભૂલમાં વીડિયો વાઇરલ થઈ ગયો હોવાનો બચાવ કર્યો હતો. જે જરા પણ માની શકાય એમ નથી. સી ઝોન ના કમાનડિંગ ઓફિસર કિરીટ પટેલની તપાસના અંતે દીપમાલાને સસ્પેન્ડ કરાઈ છે અને આગળની તપાસ ચાલી રહી હોવાનું એસ.કે.પટેલએ વધુમાં જણાવ્યું છે.