તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરાહનીય કામગીરી:સુરત નવી સિવિલના બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટે બે મહિનામાં દર્દીઓના અંદાજિત 3.50 લાખ જેટલા રિપોર્ટ કર્યા

સુરત2 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિવિલમાં સારવાર લેતા અંદાજિત 800થી વધુ દર્દીઓના વિવિધ પ્રકારના રોજના 4500થી 5000 ટેસ્ટ કરવામાં આવે છે. - Divya Bhaskar
સિવિલમાં સારવાર લેતા અંદાજિત 800થી વધુ દર્દીઓના વિવિધ પ્રકારના રોજના 4500થી 5000 ટેસ્ટ કરવામાં આવે છે.
  • રિપોર્ટ તૈયાર થયાના 10 સેકન્ડમાં ડોકટર ટેલિગ્રામ ચેનલની મદદથી પોતાના મોબાઈલ પર જોઈ શકે છે

કોરોનાના કહેર વચ્ચે સિવિલ હોસ્પિટલનું સમગ્ર તંત્ર રાત-દિવસ એક કરીને દર્દીનારાયણની સેવામાં અવિરતપણે સેવાયજ્ઞ કરી રહ્યું છે. સુરતની નવી સિવિલમાં દાખલ થનાર કોરોનાના દર્દીઓની સાથે અન્ય દર્દીઓની સારવાર માટે અનેક પ્રકારના ટેસ્ટની પણ જરૂરિયાત પડતી હોય છે. તેવા સમયે સિવિલનું બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દિવસ-રાત જોયા વિના રાઉન્ડ ધ કલોક સિવિલમાં સારવાર મેળવી રહેલા હજારો દર્દીઓના વિવિધ પ્રકારના 100 થી લઈને 120 પ્રકારના ટેસ્ટ કરવાની કપરી કામગીરી કરી રહ્યું છે. છેલ્લા માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન અંદાજિત 3.50 લાખ જેટલા રિપોર્ટ કરવામાં આવ્યા છે.

દર્દીઓના વિવિધ પ્રકારના રોજના 4500થી 5000 ટેસ્ટ
બાયો કેમેસ્ટ્રી ડિપાર્ટેમન્ટના એસો. પ્રોફેસર ડૉ.પિયુષ ટેલર જણાવે છે કે, સિવિલનું બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દર્દીના સી.આર.પી, IL-ઈન્ટરલ્યુકીન-૬, લિવર, કિડની, પિત્તાશય, કેન્સર, સ્વાદુપિંડ, પ્રેગનન્સીને લગતા વિવિધ પ્રકારના 100થી 120 પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. અહીં પાંચ આધુનિક મશીનનો ઉપલબ્ધ છે, જે શહેરમાં મોટી લેબોરેટરી સિવાય ભાગ્યે જ અન્ય લેબોરેટરીમાં જોવા મળે છે. સિવિલમાં સારવાર લેતા અંદાજિત 800થી વધુ દર્દીઓના વિવિધ પ્રકારના રોજના 4500 થી 5000 ટેસ્ટ કરવામાં આવે છે. ખાનગી લેબોરેટરીમાં પી.સી.ટી., ફેરિટીન જેવા એક રિપોર્ટ કરાવવાનો ભાવ રૂા.1400 થાય છે, જે અહીં દર્દીઓને વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.

બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટેમન્ટના એસો. પ્રોફેસર ડૉ.પિયુષ ટેલર.
બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટેમન્ટના એસો. પ્રોફેસર ડૉ.પિયુષ ટેલર.

રાઉન્ડ ધ કલોક 41 જણાનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે
છેલ્લા માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન અંદાજિત 3.50 લાખ જેટલા રિપોર્ટ કરવામાં આવ્યા છે. અહીં રાઉન્ડ ધ કલોક એક હેડ, 9 ડોક્ટર, 18 ટેકનિશ્યન, 13 સર્વન્ટો સહિત 41 સ્ટાફગણ ફરજ બજાવી રહ્યા છે. આ ડિપાર્ટમેન્ટમાં 13 જેટલા સર્વન્ટો સિવિલ કેમ્પસમાં આવેલી ત્રણ કોવિડ હોસ્પિટલોમાં પી.પી.ઈ કિટ પહેરીને સવાર-સાંજે બે વાર દર્દીઓના સેમ્પલ એકઠા કરવાનું કાર્ય કરી રહ્યા છે. અને ત્રણથી ચાર કલાકમાં દર્દીનો રીપોર્ટ તૈયાર કરીને જે તે દર્દીના તબીબને પહોંચતો કરવામાં આવે છે.

સવાર-સાંજે બે વાર દર્દીઓના સેમ્પલ એકઠા કરવાનું કાર્ય કરી રહ્યા છે.
સવાર-સાંજે બે વાર દર્દીઓના સેમ્પલ એકઠા કરવાનું કાર્ય કરી રહ્યા છે.

રિપોર્ટ તૈયાર થયાના 10 સેકન્ડમાં તબીબને જોવા મળે છે
મહત્વની વાત તો એ છે કે, લેબમાં તૈયાર થતો રિપોર્ટ ડોકટર પોતાના મોબાઈલમાં જોઈ શકે તે માટે ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી છે. રિપોર્ટ તૈયાર થયાના 10 સેકન્ડમાં દર્દીની સારવાર કરનાર ડોકટર આ રિપોર્ટ પોતાના મોબાઈલમાં જોઈ શકે છે. બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટના હેડ ડો.શૈલેષ પટેલે વિકસાવેલા સોફટવેરની મદદથી જે તે દર્દીનો રિપોર્ટ ડોકટર એમ.આર.ડી. નંબર એન્ટર કરીને સરળતાથી જોઈ શકે છે.

પાંચ આધુનિક મશીનનો ઉપલબ્ધ છે.
પાંચ આધુનિક મશીનનો ઉપલબ્ધ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો