સુરતમાં ધુમ્મસ છવાયું:વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી, વાહન ચાલકોએ હેડલાઈટ શરૂ રાખવાની ફરજ પડી

સુરત24 દિવસ પહેલા
ધુમ્મસ છવાતા આહલાદક વાતાવરણ.
  • વરસાદી માહોલ વચ્ચે અચાનક ધુમ્મસ છવાઈ ગયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા વરસાદમાંથી આજે શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બદલાયેલા વાતાવરણ મુજબ શહેરમાં આવેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. જેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તથા હેડલાઈટ શરૂ રાખવાની ફરજ પડી હતી.

વાતાવરણમાં પલટો
છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા વરસાદ બાદ આજે અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો હતો. વહેલી સવારે ગાઢ છવાઈ ગયો હતો. જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. વાહન ચાલકોને હેડલાઇટ શરૂ રાખીને વાહનો ચલાવવાની ફરજ પડી હતી. જોકે દૂર સુધી ન દેખાતા વાહનો ધીમા ચલાવવાની ફરજ પડી હતી.

ધુમ્મસથી રોગચાળાની ભીતિ
વરસાદ બાદ અચાનક જાકળિયા માહોલના કારણે રોગચાળો વકરવાની ભીતિ લોકો સીવી રહ્યા છે કારણ કે, દિવસમાં ત્રણ પ્રકારની ઋતુનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે. અચાનક બદલાતા વાતાવરણના કારણે ક્યારેક વરસાદ ક્યારેક આકરી ગરમી તો ક્યારેક ઠંડકનો અનુભવ થઈ રહ્યો હોવાથી એક જ દિવસમાં ત્રણ ત્રણ ઋતુનો અનુભવ કરતા લોકોને રોગચાળો ફેલાય તેવી આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...