મચ્છરજન્ય રોગચાળામાં વધારો:સિવિલમાં મહિનામાં જ ડેન્ગ્યુના દર્દી બમણા થઈ ગયા, સ્મીમેર-ખાનગીમાં પણ કેસ વધ્યા

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેર-જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો
  • સિવિલ હોસ્પિ.માં ડેન્ગ્યુના જુલાઈના 26 કેસ સામે ઓગસ્ટમાં 51 કેસ નોંધાયા

શહેર-જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં જુલાઈની સરખામણીમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા બમણી નોંધાઈ છે. ઉપરાંત સ્મીમેર અને ખાનગી હોસ્પિટલોમાં પણ મલેરીયા, ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

શહેર અને જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થતા પાલિકા અને જિલ્લાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મચ્છરજન્ય રોગચાળાને પગલે સિવિલ, સ્મીમેર હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં દેખીતી રીતે વધારો જોવા મળી રહ્યો છે.

સિવિલ હોસ્પિટલની જ જો વાત કરીએ તો જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં ડેન્ગ્યુના કેસ બમણા નોંધાયા છે. જુલાઈ મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ડેંગ્યુના 26 કેસ નોંધાયા હતા. જેની સામે ઓગસ્ટ મહીનામાં 51 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, શહેરના ઘણા ખરા વિસ્તારોમાં હાલમાં મચ્છરોનો ક્ષાસ વધી ગયો છે. ખાસ કરીને વરસાદે વિરામ લેતાં સમસ્યા વકરી છે.

ખાનગીને કેસ બતાવવા સૂચના અપાતાં સંખ્યા વધી
પાલિકાના જંતુનાશક અધિકારી કે. જી. વૈષ્ણવે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલોનો ડેંગ્યુ, મલેરીયા સહિતના કેસ જાહેર કરવા કડક સુચના આપવામાં આવી છે. જેના કારણે ખાનગી હોસ્પિટલો દ્વારા કેસ વધુ જાહેર કરાતા હોવાથી સંખ્યા વધુ જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલમાં બહારના દર્દીઓ પણ દાખલ થતા હોવાથી ત્યા કેસ વધુ નોંધાઈ રહ્યા છે.

ગત વર્ષની સરખામણીમાં ડેંગ્યુના કેસ દોઢ ગણા થયા
પાલિકાના ચોપડે ગત ઓગસ્ટમાં મલેરિયાના 108 અને ડેંગ્યુના 22 કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે ઓગસ્ટમાં મલેરીયાના કેસ 87 અને ડેંગ્યુના 31 કેસ નોંધાયા છે.

મેલેરિયા અને ડેન્ગ્યૂ સાથે વાઇરલના કેસ પણ વધ્યા
સિવિલ મેડિસીન વિભાગના વડા ડો. કે.એન. ભટ્ટે જણાવ્યું કે હાલમાં ડેંગ્યુ, મલેરીયાના કેસ સામાન્ય દિવસો કરતા વધુ છે. સાથે વાઈરલ ઈન્ફેક્શનમાં પણ વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...