તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Demonstrations Of Students At Veer Narmad South Gujarat University In Surat Who Were Not Given Namo Tablets Even After Collecting Money

વિરોધ પ્રદર્શન:સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નમો ટેબ્લેટ મુદ્દે દેખાવો કરતાં વિદ્યાર્થીઓ પર પોલીસનો હળવો બળ પ્રયોગ

સુરત3 મહિનો પહેલા
દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો.
  • બાયંધરી આપ્યા બાદ પણ ટેબ્લેટ ન અપાતા કુલપતિને રજૂઆત કરાઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નમો ટેબ્લેટ યોજના અતંર્ગત વિદ્યાર્થીઓ પાસેથી 1 હજાર રૂપિયા ઉઘરાવ્યા બાદ પણ બે વર્ષ સુધી નમો ટેબ્લેટ વિદ્યાર્થીઓને અપાયા ન હતા. જેને લઈને છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓઓએ અહી વિવિધ સુત્રોચાર અને બેનરો સાથે વિરોધ નોધાવ્યો હતો. યુનિવર્સિટીમાં વિરોધ કરવા આવેલા વિદ્યાર્થીઓના દેખાવો બાદ ટોળા વિખેરવા માટે પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો.

વિદ્યાર્થીઓના વિરોધને લઈને અગાઉથી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
વિદ્યાર્થીઓના વિરોધને લઈને અગાઉથી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

લેખિત બાયંધરી અગાઉ અપાયેલી
16 માર્ચના દિવસે પણ વિદ્યાર્થીઓ દ્વારા ટેબ્લેટને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે યુનિવર્સિટીએ લેખિતમાં વિદ્યાર્થીઓને બાયંધરી આપવામાં આવી હતી કે, તમામ બાકી રહેલા વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે. પરંતુ હજી સુધી તેનો ઉકેલ ન આવતા આજે ફરી એક વખત કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને હૈયા ધરપત આપવામાં આવી કે, રાજ્ય કક્ષાએ આ પ્રશ્નની રજૂઆત કરવામાં આવશે, અને તમામ વિદ્યાર્થીઓ અને ટેબ્લેટ મળી જાય તેવી વ્યવસ્થા ઝડપથી કરવામાં આવશે. પરંતુ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વારંવાર આપવામાં આવતા વાયદાને હવે વિદ્યાર્થીઓ ગણકારી રહ્યા નથી.

વિદ્યાર્થીઓએ વ્યાજ સહિત રૂપિયા પરત આપવા માગ કરી હતી.
વિદ્યાર્થીઓએ વ્યાજ સહિત રૂપિયા પરત આપવા માગ કરી હતી.

વ્યાજના રૂપિયાને લઈને સવાલ
દર્શિત કોરાટે જણાવ્યું હતું કે, છેલ્લા 2017થી રાજ્ય સરકાર દ્વારા નમો ટેબ્લેટ યોજના જાહેર કરાઈ હતી. બે વર્ષ પહેલા યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી 1 હજાર રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ આશરે દોઢ કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. રૂપિયા ઉઘરાવ્યાના બે વર્ષ વીત્યા છતાં વિદ્યાર્થીઓને હજુ સુધી નમો ટેબ્લેટ પ્રાપ્ત થયા નથી. પરંતુ હવે યુનિવર્સીટીની સિન્ડીકેટ બેઠકમાં એવો નિણર્ય લેવામાં આવ્યો છે કે, વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલા રૂપિયા પરત કરી દેવામાં આવશે. જેથી અમારી માંગ એવી છે કે, એક તો પહેલા રૂપિયા ઉઘરાવી લીધા હતા. એક તરફ ફી લેટ ભરાઈ તો પેનલ્ટી વસુલવામાં આવે છે. તો વિદ્યાર્થીઓના નમો ટેબ્લેટના પૈસા સાચવીને બેઠા હતા તો તેના વ્યાજના પૈસા કોણ આપશે ?