તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટિકિટની કટકટ શરૂ:ડેપ્યુટી મેયરની ટિકિટ કપાવાના સંજોગો બનતા જૈનો-મુસ્લિમોનું પ્રદર્શન, કોંગ્રેસના લાઠિયાને ટિકિટ મળતા પાર્ટીમાં જ વિરોધ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ભાજપ હોય કે કોંગ્રેસ ટિકિટ મેળવવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કરેલી જાહેરાત બાદ સુરત ભાજપમાં છૂપો ગણગણાટ શરુ થઇ ચુક્યો છે. 60 વર્ષથી વધુના અને સતત 3 ટર્મથી નગરસેવક રહી ચૂકેલાઓનું પત્તુ કપાય જતા જૂનાજોગીઓમાં આંતરિક રોષ જોવા મળી રહ્યો છે.સાથે જ ફરી નગરસેવક બનવાના સપના જોતા કેટલાક જૂના નગરસેવકોની પણ ઊંઘ ઉડી ગઈ છે.

સુરતના પૂર્વ ડે.મેયર નિરવ શાહના સમર્થનમાં અડાજણના દીપા કોમ્પ્લેક્ષમાં લોકો ભેગા થયા હતા અને નિરવ શાહને ટિકિટ મળે એવી માંગ કરી હતી.નીરવ શાહના ફોટો સાથે વિરોધ કરતાં લોકોએ કહ્યું હતું કે નિરવ શાહ ભલે ત્રણ ટર્મથી જીતતા હોય તે કાર્યક્ષમ છે અને લોકોમાં પ્રિય હોવાથી તેને ટિકિટ આપવી જોઈએ.અમારા પસંદગીના નેતાને ટિકિટ ન મળે તો વિરોધ કરીશું.

ટિકિટ નહિ મળે તો અપક્ષ ઉમેદવાર ઉભો રાખવાની ચીમકી
ચંપકલાલ અમૃતલાલ ધરોએ જણાવ્યું હતું કે હું ભાજપનો સક્રિય કાર્યકર છું. ભાજપ આ ફોર્મ્યુલા લાવી છે તે સ્વિકાર્ય છે. પરંતુ જે પ્રજાલક્ષી કામ કરે છે. પ્રિય છે એવા લોકોને આ નિયમ ન લાગૂ પડવો જોઈએ. લોકડાઉનમાં જે કામ થયા છે. તે કરનારને પણ નુકસાન થયું છે.

સુરત શહેર જેને ચાહે છે તેવા ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ. જેથી અમારો વિરોધ છે કે જે કાર્યક્ષમ છે તેવાને ટિકિટ આપવી જોઈએ. સારા ઉમેદવાર માટે આ ફોર્મ્યુલા લાગૂ ન કરવુ જોઈએ.નીરવ શાહને ટિકિટ આપવામાં નહીં આવે તો અમે અપક્ષ ઉમેદવાર ઉભો કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો