તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:ગ્રાહકોના ક્લેમ અટવાતા ખાનગી વીમા કંપની વિરુદ્ધ એજન્ટોનું પ્રદર્શન

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખાનગી વીમા કંપની સામે એજન્ટોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. - Divya Bhaskar
ખાનગી વીમા કંપની સામે એજન્ટોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
  • હેલ્થ ઇન્શ્યો. થર્ડ પાર્ટી એડમિનથી કલેમ ખોરંભાતા હોવાનો આરોપ

એક ખાનગી વીમા કંપની દ્વારા HITPA (હેલ્થ ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટીવ)ના અમલ પછી દરેક ક્લેમમાં મુશ્કેલી આવતી હોવાથી વીમા કંપનીના એજન્ટોએ વિરોધ પ્રદર્શન કરી કંપનીને આવેદન પત્ર આપ્યું હતું.

એજન્ટો દ્વારા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારથી વીમા કંપનીમાં હેલ્થ ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટિવનો અમલ કરવામાં આવ્યો છે ત્યારથી દરેક ક્લેમની ફાઈલ સમય પર સબમિટ થતી નથી. ક્લેમ સેટલ થયા પછી પણ ગ્રાહકોને પેમેન્ટ સમયસર થતું નથી. સીઆરએમ સાથે બેઠક થયાં છતાં આ સમસ્યાઓનો ઉકેલ આવ્યો નથી. એટલું જ નહીં HITPAનું પોર્ટલ કામગીરી કરતું નથી. પોસ્ટ ક્લેમને મેઈન ક્લેમ તરીકે રજીસ્ટર કરી મેઈન ક્લેમ રિજેક્ટ કરે છે. ક્લેમની તપાસ માટે રૂબરૂ ન મળી ટેલિફોનિક પુછપરછ કરી આડી, અવળી વાત કરીને ક્લેમ રિજેક્ટ કરી નાંખવાનો પ્રયત્ન કરે છે.

અન્ય સમાચારો પણ છે...