વિવાદનો અંત:HCના ચુકાદા બાદ ગોપીતળાવમાં સરકારી જગ્યા ઉપરના મદ્રેસાનું આખરે ડિમોલીશન

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયથી પાલિકા અને ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત
  • જગ્યાનો કબજો મેળવવા માટે પાલિકાએ પોલીસ બંદોબસ્ત માંગ્યો

ઘણા સમયના ચાલતાં વિવાદ બાદ ગોપીતળાવ ડી.કે.એમ હોસ્પિટલ નજીક વર્ષોથી બનેલા મદ્રેસાની જમીન માલિકી અંગે મદ્રેસાના ટ્રસ્ટી અને પાલિકા વચ્ચે વિવાદ થયો હતો, તેથી ટ્રસ્ટીઓ વકફ બોર્ડમાં ગયા હતા ત્યાર બાદ મામલો હાઇકોર્ટમાં પહોંચતા જમીન માલિકીનો ચુકાદો પાલિકાની તરફેણમાં આપ્યો હતો. તેથી ટ્રસ્ટીઓ અગ્રણીઓએ સ્વૈચ્છિક ડીમોલીશનની માંગ કરી પહેલાં માળનું ડિમોલીશન હાથ ધર્યું છે.

સરકારે જગ્યા પાલિકાને આપી હતી: ઈજનેર
સરકારે જગ્યા પાલિકાને આપી હતી. હવે નામદાર હાઈકોર્ટના ચૂકાદા બાદ જગ્યાનો કબ્જો મેળવાશે. તે માટે પોલીસ બંદોબસ્ત પણ માંગવામાં આવ્યો છે જે મળી જતા આગળની કાર્યવાહી હાથ ધરાશે.’ > બી.આર.ભટ્ટ, કાર્યપાલક ઇજનેર, સેન્ટ્રલ ઝોન, સુરત

અન્ય સમાચારો પણ છે...