કામગીરી:ભેસ્તાન-વડોદની બે સોસાયટીમાં ગેરકાયદે બાંધકામનું ડિમોલીશન

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભેસ્તાન અને વડોદની 2 ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામનું ડીમોલીશન કરાયું છે.ભેસ્તાનમાં ગુરૂકૃપા ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્લોટ નં. 305થી 308ના મિલકતદારે મંજૂર લે-આઉટ પ્લાન વિરૂધ્ધ બીજા માળે આર.સી.સી. બીમ, કોલમ, સ્લેબ અને ચણતરની દિવાલો સહિતનું બાંધકામ ક૨ી દેતાં આશરે 500 ચો.ફુટ માપ વિસ્તારમાં કરેલા બાંધકામ તોડાયું હતું.

વડોદમાં પણ પવનપુત્ર ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્લોટ નં. 9, 10ના મિલકતદારે મંજૂર લે–આઉટ પ્લાન વિરૂધ્ધ બીજા માળે RCC બીમ, કોલમ, સ્લેબ અને ચણતરની દિવાલો સહિતનું બાંધકામ કરી દેતાં આશરે 550 ચો.ફુટ માપ કરેલું બાધકામ તોડાયું હતું.

અન્ય સમાચારો પણ છે...