સૂચના:‘રાંદેરમાં ઈદગાહ ખાતે બાંધકામ રોકવાને બદલે ડિમોલિશન કરો’

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાંદેર ઝોનની સંકલનની બેઠકમાં ગેરકાયદે દબાણના મુદ્દા ઉઠ્યા
  • ફરિયાદોનો નિકાલ ન થતા કટ ઓફ ડેટ નક્કી કરવા સૂચના અપાઈ

રાંદેર ઝોનમાં બુધવારે સંકલન બેઠક મેયર હેમાલી બોધાવાલાના અધ્યક્ષ સ્થાને મળી હતી. 2 કલાક ચાલેલી મિટિંગમાં પ્રાઇમ માર્કેટ, મશાલ સર્કલ, જહાંગીરપુરામાં શાકમાર્કેટના દબાણો દૂર કરવા ફરિયાદ ઉઠતાં એસઆરપી બંદોબસ્ત સાથે દૂર કરવા મેયરે સૂચના આપી હતી.ફરિયાદોનો નિકાલ વેળાસર થતો ન હોય કટ ઓફ ડેટ નક્કી કરી જવાબ આપવા સૂચના અપાઇ હતી. રાંદેર ઈદગાહ ખાતે ગેરકાયદે બાંધકામ અટકાવવા કરતાં ડિમોલીશન કરવા સભ્યોએ માંગ કરી હતી.

સેલ્ટર હોમમાં જરૂરિયાતમંદને બદલે હોટલ સ્ટાફ રહે છે
કોર્પોરેટર કેયુર ચપટવાલાએ ફરિયાદ કરી કે, સેલ્ટર હોમ જરૂરિયાતમંદોને ફાળવવું જોઈએ પરંતુ સેલ્ટર હોમમાં હોટલના વેઈટર સહિતના સ્ટાફ રહે છે. સેલ્ટરો પીપીપી ધોરણે ફાળવાયા પણ જે તે ટ્રસ્ટને માત્ર ડોનેશનમાં જ રસ છે. રામતીર્થ મકાન તૂટી પડ્યું તેમાં પાલિકાએ નોટીસ ફટકારી પણ પગલાં શું લીધા ? આ પ્રશ્ને સમાધાન થયું હોવાનો પાલિકાએ જવાબ આપ્યો હતો

ગાર્ડન વેસ્ટ નિકાલ માટે પ્લોટ અને સ્વામિ. ઉદ્યાન રિડેવલપ કરવા માંગ
રાંદેર, અડાજણ વિસ્તારમાંથી નિકળતા ગાર્ડન વેસ્ટ નિકાલ કરવા માટે એક પ્લોટ ફાળવવા તથા સરદાર બ્રિજ નીચે સ્વામિનારાયણ ઉદ્યાનને રિડેવલપમેન્ટ કરવા માટેની માંગણી થઈ હતી.

મેયરના ઘર પાસે ડિમોલિશન કરાયેલું બાંધકામ ફરી થઈ ગયું
મેયરના ઘર નજીક સોના હોટલ પાસે શંકરનગરમાં ગેરકાયદે બાંધકામ વિરૂધ્ધ અગાઉ ફરિયાદ થતાં મેયરે ડિમોલીશન કરાવ્યું હતું પરંતુ પાલિકાએ તોડેલુ બાંધકામ હાલમાં ફરી તાણી બંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...