તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:કતારગામમાં ડિમોલિશન વખતે મહિલાને પાવડો વાગતાં તોડફોડ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ ફરજમાં રૂકાવટની ફરિયાદ આપી

કતારગામમાં લંકા વિજય હનુમાન મંદિર પાસે એસએમસીના પ્લોટ પર કબજો કરનારાઓને ખસેડીને પ્લોટનો કબજો લેવા ગયેલા એસએમસીના સ્ટાફનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. ડિમોલિશન વખતે પાવડો મહિલાને લાગી જતા સ્થાનિકોએ જેસીબી મશીનનો કાચ પણ ફોડી નાખ્યો હતો.

એસએમસી સોમવારે ઝુપડાઓ દુર કરી પ્લોટ કબજે કરવાની કામગીરી કરવાની હોવાથી કતારગામ ઝોનનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે ગયો હતો. જેસીબી ઝુપડાઓ પાસે પહોંચી ત્યારે એક મહિલા પાટિયું લઈ જેસીબી મશીન સામે આવી હતી. જેસીબીનો પાવડો મહિલાને લાગી જતા જેસીબી પર પથ્થર મારો તોડફોડ કરી હતી.પાલિકાએ જયસુખ પરમાર, વિનેશ વાઘેલા, પત્તુભાઈ વાઘેલા અને ધીરો નામના યુવકો વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...