પાલિકાની 32 ટીપી રોડ પરથી દબાણ દૂર કરવાની ઝુંબેશ વચ્ચે સેન્ટ્રલ ઝોનમાં જિંગા સર્કલથી કમાલ ગલી સુધીના દબાણને દૂર કરવાની કામગીરી મહિલાઓના વિરોધને પગલે રોકવાની નોબત પડી હતી. એક મહિલા તો કેરોસીન ભરેલી બોટલ લઇ આવી હોવાથી પોલીસ બોલાવવી પડી હતી. ભારે ચકમક બાદ અઠવા પોલીસે પ્રક્રિયા મુજબ બંદોબસ્ત મેળવ્યા પછી અધિકારીઓને સમજાવ્યાં હતાં. મેટ્રો રેલની નિર્માણ કામગીરી માટે ચોકબજારથી નાનપુરાને જોડતાં કેટલાક મુખ્ય માર્ગો બંધ હોવાના લીધે અંતરિયાળ માર્ગો પર વાહનોની અવર-જવર વધી ગઇ છે. હાલમાં પાલિકા કમિશનના નેતૃત્વમાં શહેરભરના ટીપી માર્ગો દબાણ મુક્ત કરાઈ રહ્યાં છે.
મોટા વરાછામાં રિઝર્વ પ્લોટ પર ડિમોલિશન
મોટાવરાછાની સાધના સોસાયટીમાં પાલિકાના ઓપન સ્પેસના રિઝર્વ પ્લોટ પર સોસાયટીનના રહીશોએ તાણી દીધેલ મંદિર, ગેટ અને રસ્તાનું પાલિકાએ ડિમોલીશન કર્યું હતું. પ્લોટ ઉપર સાધના સોસાયટીના સભ્યો ધ્વારા લેન્ડ ગેબ્રીંગ કરી આ જગ્યાનો કબ્જો કરી તેની ઉપર મંદિર, રસ્તો, ગેટનું નિર્માણ કરી દીધું હતું. જેનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિમોલીશન વેળાએ સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો. વિરોધ વચ્ચે પાલિકાએ બંદોબસ્ત સાથે તોડીને ડિમોલીશન પાર પાડ્યું હતું. પાલિકાને અદાજે 700 ચોરસમીટર જગ્યાનો કબ્જો પ્રાપ્ત થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.