પેપર લીક કૌભાંડ:ફોજદારી કાર્યવાહી નહીં કરવા માંગ, વાડિયા વિમેન્સના આચાર્ય સહિત12 સસ્પેન્ડ થયા હતા

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક

વીર નર્મદ યુનિવર્સિટીના 5 પેપર ફુટવાની ઘટનામાં વાડિયા વિમેન્સ કોલેજના આચાર્ય અને અધ્યાપકોની ભુલ ગણી શિક્ષાત્મક કાર્યવાહી નહીં કરવાની માંગ સાથેે આચાર્ય મંડળે રજુઆત કરી છે.

વીર નર્મદ યુનિવર્સિટીની પરીક્ષાના 5 પ્રશ્નપત્ર ફુટતા પરીક્ષા રદ થઈ હતી. વાડિઆ વિમેન્સ કોલેજના પરીક્ષા સુપ્રિટેન્ડન્ટે ભુલમાં તા. 20મીના પ્રશ્નપત્રનું બંડલ તા.19મીએ ખોલ્યું હતું. જોકે, આ ગંભીર ભુલની તેમણે યુનિવર્સિટીને જાણ પણ કરી ન હતી. પરીક્ષા શરૂ થયા બાદ આ બાબત ધ્યાનમાં આવતા યુનિ.એ બી.કોમ સેમ.6ની ઇકો. બી.એ સેમ.6માં િહસ્ટ્રી, હોમસાયન્સ, ઇંગ્લિશ તેમજ ગુજરાતીની પરીક્ષા રદ કરતા 27 હજાર વિદ્યાર્થીએ ફરી પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો.

કુલપતિ કે.એન.ચાવડાએ તપાસ સમિતિ બનાવી કસુરવાર વાડિયા વિમેન્સ કોલેજનાં આચાર્ય અને આચાર્ય મંડળનાં પ્રમુખ અશોક દેસાઇ, એક્ઝામ સુપ્રિટેન્ડન્ટ બી. બી. ભંડારી અને કે. સી. સોલંકી સહિતનાં 12 કર્મીને સસ્પેન્ડ કરી પોલીસમાં અરજી કરી હતી. આચાર્ય મંડળે શનિવારે કુલપતિને રજૂઆત કરી કે, આ પ્રકારની માનવ સહજ ભુલ થતી હોય છે.તેથી શિક્ષાત્મક કાર્યવાહી નહીં કરવા અને ફોજદારી ગુનો નહીં નોંધાવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...