ધમકી:સુરતમાં 3 ઇસમોએ દુકાનદાર પાસેથી 500 રૂપિયાનો હપ્તો માગીને ઢોર માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્ત દુકાનદાર - Divya Bhaskar
ઇજાગ્રસ્ત દુકાનદાર
  • માથામાં લોખંડનો પાઇપ મારી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી

સુરતના ડિંડોલી ભેસ્તાન આવાસમાં રહેતો યુવાન તેની નોનવેજની દુકાન બંધ કરી નજીકમાં બેઠો હતો, ત્યારે ત્રણ ઈસમો લાકડાના ફટકા અને લોખંડના પાઇપ સાથે તેની પાસે આવ્યા હતા. તેઓએ દુકાનદાર પાસે દરરોજના 500 રૂપિયાના હપ્તાની માંગણી કરી હતી. યુવાને હપ્તો આપવાની ના પાડતા તેને લાકડાના ફટકા વડે ઢોર માર મારીને માથામાં લોખંડનો પાઇપ મારી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

500 રૂપિયાની માગ કરી ડિંડોલી ભેસ્તાન આવાસમાં રહેતો 42 વર્ષીય રફીક શેખ યુનીશ ગોલ્ડન ઘર પાસે જ નોનવેજની દુકાન ચલાવે છે. મંગળવારે રાત્રે તે દુકાન બંધ કરી નજીકમાં આવેલી ઉર્દૂ સ્કૂલ પાસે બેઠો હતો. આ સમયે માથાભારે તરીકે છાપ ધરાવતા સાદબ, રાજુ કદવા અને પઠાણ નામનો ઈસમ તેની પાસે આવ્યા હતા. તેઓએ આવીને રફીકને જણાવ્યું હતું કે તેઓ ઇમરાન દવાના માણસો છે અને જો તારે અહી ધંધો કરવો હોય તો દરરોજના 1000 રૂપિયા આપવા પડશે. જોકે રફીકે આટલા પૈસા નહીં આપી શકું તેમ કહેતા 500 રૂપિયા દરરોજની માંગ કરી હતી. પરંતુ, રફીકે આટલી મોટી ૨કમ દરરોજ આપવાની ના પાડતા ત્રણેયે ભેગા મળીને અપશબ્દો બોલીને માર માર્યો હતો.

લોખડનો સળીયો મારી ઇજા પહોંચાડી આ ઉપરાંત લાકડાના ફટકા વડે માર મારી રાજુ કદવાએ તેના હાથમાં રહેતો લોખડનો સળીયો મારી ઇજા પહોંચાડી હતી. બાદમાં પણ સાદબ અને પઠાણે ઢોર માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત ઈમરાન કદવાએ રફીકને ફોન કરી અમે હાલ બહાર છીએ અને ત્યાં આવી તને બતાવી દઇશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...