તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરાનું ઘર બચાવવા માવતરનો નિર્ણય:સુરતમાં પત્નીએ પતિને કહ્યુ, ‘છૂટાછેડા ન જોઇતા હોય તો સાસુ-સસરા સાથે ન જોઇએ’, આ જાણી દીકરાના માતા-પિતા જુદા રહેવા જતાં રહ્યાં

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફેમિલી કોર્ટ ખાતે યોજાયેલી લોકઅદાલતમાં 124 કેસમાંથી 110 કેસમાં નિકાલ
  • કેટલાક કિસ્સામાં જુદા રહેતા પતિ-પત્ની ભેગા થઇ ગયા

જિલ્લા ન્યાયાલય અને ફેમિલી કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં અનેક દંપતીના તુટતા ઘર ભાંગતા બચ્યા હતા. એક કિસ્સામાં પત્નીએ માંગ કરી હતી કે, સાસુ-સસરા સાથે રહેવા ન જોઇએ. એટલે યુવકના માતા-પિતા દીકરાનું ઘર બચાવવા જુદા રહેવા જતા રહેતા સમાધાન થયું હતું. લોક અદાલતમાં 124માંથી 110 કેસનો નિકાલ થયો હતો. નેશનલ લોક અદાલતમાં કુલ 21503 કેસ મૂકવામાં આવ્યા હતા. તે પૈકી 1816 પ્રિ-લિટિગેશન, 2325 લોક અદાલત, 16760 સ્પેશિયલ સેટિંગ ઓફ મેજિસ્ટ્રેટના કેસનો નિકાલ કરાયો હતો.

સાસુ-સસરા સાથે રહેવું ન હતું એટલે ભરણપોષણનો કેસ કર્યો
સગરામપુરા ખાતે રહેતી આશા અને બેગમપુરાના ધર્મેશ (નામ બદલ્યા છે) ના લગ્ન થયા. પત્નીને શરૂઆતથી જ સાસુ-સસર સાથે બનતુ નહતુ. આખરે તે પિયર જતી રહી અને કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો. એક ડિમાન્ડ રાખી કે સાસુ-સસરા સાથે ન રહે. વૃદ્ધ દંપતિએ અલગ રહેવાનો નિર્ણય કર્યો. આથી પત્ની ફરી ઘરે આવી.

અઢી વર્ષ જુદા રહ્યા, કેસ પણ કર્યો હવે ફરી સંસાર માંડયો
ભટારના રાકેશ અને અનીતા (નામ બદલ્યા છે)એ 2012માં લગ્ન કરીને સંસાર માંડયો. એક વર્ષ બાદ પુત્ર પણ અવતર્યો. છ વર્ષ સાથે રહ્યા બાદ દંપતી જુદુ રહેવા લાગ્યુ, પત્નીએ ભરણપોષણનો કેસ પણ કર્યો. જો કે, ફેમિલી કોર્ટમાં એડવોકેટ પ્રીતી જોષીએ સમાધાનનો માર્ગ પકડયો અને સમજાવટથી પતિ પત્ની અઢી વર્ષ બાદ એક સાથે રહેવા રાજી થયાં.

પતિ-પત્નીએ કડવાશ ભૂલી ફરીથી સંસાર શરૂ કર્યો
અઠવાલાઇન્સના દંપતીએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. દસ વર્ષ સુધી લગ્નજીવન સુખમય રીતે વીત્યા બાદ પતિ-પત્ની નાની-નાની વાતમા ઝઘડવા લાગ્યા, આખરે પત્ની કંટાળીને પિયર જતી રહી. પતિએ કોર્ટમાં તેડવા માટેની અરજી કરી. કેસ લોક અદાલતમાં આવ્યો જ્યાં સમાધાનના પ્રયાસથી દંપતી ફરી એક થયું.