તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:એક્સટર્નલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વીડિયો અપલોડ કરવા માગણી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેનેટ સભ્યે કહ્યું, ફી લઈ વિદ્યાર્થીઓને સુવિધા અપાતી નથી

નર્મદ યુનિવર્સિટીના એક્સટર્નલ વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ ન પડે તેમજ તેઓ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે સોશિયલ મીડિયા અથવા તો યુનિવર્સિટીની વેબસાઇટ પર એક્સપર્ટના માધ્યમથી હોમ લર્નિંગ વીડિયો બનાવીને અપલોડ કરવાની માંગ સેનેટ સભ્ય દ્વારા કરવામાં આવી છે. સેનેટ સભ્ય કનુ ભરવાડે જણાવ્યું હતું કે બીકોમ, બીએ, એમકોમ અને એમએના એક્સર્ટનલ કોર્સની એડમિશન પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે.

જોકે, આ કોર્સમાં એડમિશન લેનારા મોટાભાગના વિદ્યાર્થીઓ ધંધા રોજગાર સાથે જોડાયેલા હોય છે. અેક્સટર્નલ કોર્સ કરનારા મોટાભાગના વિદ્યાર્થીઓ પોતે જ અભ્યાસ કરીને પરીક્ષા આપતા હોય છે. ઘણી વખત વિદ્યાર્થીઓને કેટલાક ટોપીક સમજવામાં તકલીફ પડતી હોય છે. એડમિશન આપતી વખતે વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાય છે. પણ તેમાં કોઈ પણ પ્રકારની સુવિધા અપાતી નથી. જેથી વિષય નિષ્ણાંતો પાસેથી વીડિયો તૈયાર કરાવીને યુનિવર્સિટીની કે પછી સોશિયલ મીડિયા પર મૂકાય એવી માંગ કુલપતિ ડો. કે. એન. ચાવડાને કરી છે.

આમ વીડિયો મુકાયા બાદ એક્સટર્નલના વિદ્યાર્થીઓ ઘર બેઠા અભ્યાસ કરી શકશે. ઉપરાંત આ વીડિયોનો લાભ રેગ્યુલર વિદ્યાર્થીઓને પણ મળશે એટલે કે, રેગ્યુલર વિદ્યાર્થી પણ કોઈ ટોપિક ભણવાનો ચૂકી ગયા હોય અથવા તો સમજણ ના પડી હોય તો તે વીડિયોથી અભ્યાસ કરી શકશે.

બીએડના ફોર્મ 3 જુલાઈ સુધી જમા કરાવી શકાશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીએડની એડમિશન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. બીએડમાં એડમિશન ફોર્મ જવા કરાવવાની છેલ્લી તારીખ વધારી 3 જુલાઇ કરવામાં આવી છે. અગાઉ ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 25 જૂન હતી. જો કે, આ તારીખ ચૂકયા બાદ યુનિવર્સિટી લેટ ફી સાથે એડમિશન ફોર્મ લેશે. લેઇટ ફી રૂ. 200 લેવામાં આવશેે. એ સાથે જ એડમિશન પ્રોસેસિંગ ફી રૂ. 300 છે. જેથી તારીખ ચૂકયા બાદ વિદ્યાર્થીઓ રૂ. 500 ફી ભરવાની રહેશે. બીએડમાં 400 ફોર્મ ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...