પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સુવિધા ન હોવાથી જરૂરિયાતમંદ દર્દીઓને ના છુટકે ખાનગી હોસ્પિટલોમાં મોંઘા રિપોર્ટ કઢાવવાની ફરજ પડી રહી છે. સુવિધા ન હોવાથી SMCના કર્મીઓને પણ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સારવારના ખાનગી હોસ્પિટલના બિલ પાલિકા પાસે રિ-ઇમ્બર્સમેન્ટ થકી મંજુર કરવામાં આવી રહ્યાં હોવાથી આર્થિક બોજ પાલિકાની તિજોરી પર આવી રહ્યું હોવાની ફરિયાદ ઊઠી છે. હોસ્પિટલ સમિતિના સભ્ય રચના હીરપરાએ પાલિકા કમિશનરને લેખિતમાં રજૂઆત કરી તાકીદે સુવિધા ચાલુ કરવા માંગ કરી હતી.
સુવિધા ન હોવાથી અભાવે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. એટલું જ નહીં પણ પાલિકા કર્મીઓને પણ મફત સારવારનો લાભ આપવામાં આવ્યો હોવાથી આ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં કરાયેલાં બિલને પાલિકાની હોસ્પિટલ સમિતિ સમક્ષ રિ-ઇમ્બર્સમેન્ટ થકી મંજુરી આપવામાં આવી રહી છે. જેથી તાકીદે સ્મીમેર હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી અને અન્જિયોપ્લાસ્ટીની સારવાર થઇ શકે તેવી વ્યવસ્થા કરવા તેમણે માંગ કરી હતી.
સામાન્ય લોકો પર પડી રહ્યું છે આર્થિક બોજો
રચના હીરપરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અવાર-નવાર એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સારવાર પેટે પાલિકાકર્મીઓને અપાતી આર્થિક મદદ અને વિવિધ બિલની તપાસ કરતાં જાણાવા મળ્યું હતું કે, એસએમસી સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હજુ સુધી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સારવાર માટેની સુવિધા ઊભી કરાઈ જ નથી.
હોસ્પિટલમાં જઇ તપાસ કરતા હ્રદયરોગની સારવાર માટે આવતાં દર્દીઓને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના રિપોર્ટ કઢાવવા પડતા હોવાથી તેમને અસુવિધા બદલ ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.