રજુઆત:સરકારી વિભાગમાં ચાલતી ગેરરીતિ દૂર કરવા માગણી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં સરકારી જમીન પર ગેરકાયદેસર હોર્ડિંગ્સ હટાવવા તેમજ સરકારી વિભાગમાં ચાલતી ગેરરીતિ દૂર કરવાની માંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાઈ હતી તેમજ માંગ પુરી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

સરકાર દ્વારા રસ્તાઓ, ઓવરબ્રિજ , પુલ જેવા કામો મંજુર કરી જે એજન્સી ને ટેન્ડર દ્વાર કામ સોંપાય છે જે એજન્સી દ્વારા સમય મર્યાદામાં કામ પૂર્ણ કરાતું નથી તથા બાંધકામની ગુણવત્તા પણ ચકાસાતી નથી અને જે શરતો ના આધારે ટેન્ડર અપાય છે, તેનુ પણ એજન્સીઓ દ્વારા પાલન કરાતું નથી તેમજ કામ પૂર્ણ થયા બાદ પૂર્ણ થઈ ગયેલ કામને ટેન્ડરની જોગવાઈ મુજબ મેન્ટઇન કરવાની કામગીરી પણ એજન્સીઓ દ્વારા કરાતી નથી છતાં સરકાર આવી એજન્સીઓ વિરુદ્ધ પગલાં લેતી નથી.

અન્ય સમાચારો પણ છે...