તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બીજા રાઉન્ડમાં કોલેજ મળ્યા પછી મંજૂરી નહીં મળતા સિસ્ટમથી બહાર છાત્રોને સમાવવા માંગ

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • VNSGUની પોસ્ટ ગ્રેજ્યુએશનની પ્રવેશ પ્રક્રિયાનો મામલો

યુનિવર્સિટીની પીજીની પ્રવેશ પ્રક્રિયામાં બીજા રાઉન્ડમાં કોલેજ મળ્યા પછી મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રવેશને મંજૂરી આપી નથી. જેથી તેઓ પ્રવેશ પ્રક્રિયાથી બહાર થઈ ગયા છે. સેનેટ સભ્ય કનુ ભરવાડે યુનિવર્સિટીને પત્ર લખીને તે વિદ્યાર્થીઓને ફરી પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરવા માંગ કરી છે.

સેનેટ સભ્યે જણાવ્યું કે પીજીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થનારી છે. તેવામાં જ બીજા રાઉન્ડમાં ઘણા વિદ્યાર્થીઓ કોઈક કારણોથી પ્રવેશ પ્રક્રિયાથી બહાર નકળી ગયા છે. જેથી તેમને ફરી પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરવા માટે કાર્યકારી કુલપતિ ડો. હેમાલી દેસાઇને કરાઇ છે. આ મામલે એડેમિશન કમિટીથી જણાય આવે છે કે, ગયા વર્ષની જેમ આ વખતે પણ વિદ્યાર્થીઓએ બીજા રાઉન્ડમાં કોલેજ મળ્યા પછી પ્રવેશને મંજૂરી આપી નથી. જેથી સિસ્ટમે તે વિદ્યાર્થીઓએ પ્રવેશ પ્રક્રિયામાંથી બહાર કાઢી નાંખ્યા છે. આવા વિદ્યાર્થીઓને ફરી પ્રવેશ મળે તે મામલે કાર્યકારી કુલપતિને રજૂઆત મળી હોવાથી અગામી દિવસોમાં એડમિશન કમિટી બેઠક કરીને યોગ્ય નિર્ણય લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો