વિદ્યાર્થીઓની રોષ પૂર્વક રજુઆત:નેશનલ ગેમ્સ 2022માં વોલેન્ટિયર તરીકે સેવા આપનાર તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે નક્કી કરાયેલું વેતન આપવા માંગ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નેશનલ ગેમમાં વિદ્યાર્થીઓને કામ કરવા બદલ મહેનતાણું ન આપાતા રોષ

સુરતમા નેશનલ ગેમ્સ 2022નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેની વ્યવસ્થાના ભાગરૂપે સુરતની વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવસીટી સાથે સંલગ્ન વીવીધ કોલેજના એન.એસ.એસ. અને એન.સી.સી ના વિધાર્થીઓને વ્યવસ્થાન કામ કાજ કરવા માટે રોજનામહેનતાણુ આપવામા આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને મહેનતાણું આપવામાં ન આવતા રોષ
ગુજરાતમાં નેશનલ ગેમ્સનું ખૂબ જ ભવ્યતાથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ કરીને સુરત શહેરમાં પણ અલગ અલગ રમતોને લઈને આયોજન થયું હતું. નેશનલ ગેમ્સમાં કોલેજના વિદ્યાર્થીઓને વોલન્ટિયર્સ તરીકે લેવામાં આવ્યા હતા જેના અવેજમાં તેમને રૂપિયા 500 મહેનતાણું ચૂકવવાનું પણ નક્કી કરાયું હતું. તેવું એન એસ એસ અને એન.સી.સી.ના વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘણા વિદ્યાર્થીઓએ વ્યવસ્થામાં કામ કર્યું હતું.

એકાઉન્ટમાં રૂપિયા આવી ન આવ્યા નેશનલ ગેમ્સના સમાપન બાદ યુનીવર્સીટી દ્વારા તમામ વિદ્યાર્થીઓને થોડા જ દિવસમાં તેમના મહેનતાણા પેટે લેવાના નીકળતા તમામ પૈસા સીધા બેંક એકાઉન્ટમા આવી જશે. તેવું કહેવામાં આવેલ. ઘણી રજુઆત છતાં આજે બે મહીનાથી વધુનો સમય વીતી ગયો હોય આજ દીન સુધી ઘણા વિદ્યાર્થીને તેમના મહેનતાણાના પૈસા આપવામાં આવેલ નથી. વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી રૂપિયા ના આવતા આખરે વિદ્યાર્થીઓએ આજે યુનિવર્સિટી ખાતે રજીસ્ટારને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી.

બે દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું
​​​​​​​​​​​​​​
છાત્ર યુવા સંઘર્ષ સમીતીની માંગ છે કે, જેટલા પણ વિદ્યાર્થીઓએ નેશનલ ગેમ્સમાં પોતાનો સમય આપ્યો છે. તે તમામને નક્કી કરેલી રકમ બે દિવસમાં આપવામાં વિદ્યાર્થીઓને જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું. તે મુજબના રૂપિયા ચૂકવવામાં આવ્યા. જો વિદ્યાર્થીઓને તેમના મહેનતાણા પેટેના પૈસા આપવામાં આવે નહીંતર ઉગ્ર આંદોલન કરવામા આવશે. તેમજ યુનીવર્સીટી વિરૂદ્ધ પોલીસ ફરીયાદ કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...