માંગ:ઓનલાઇન પરીક્ષા રોકવા SVNITના વિદ્યાર્થીઓની માંગ

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એસવીએનઆઇટીના સત્તાધિશો દ્વારા ફાયનલ ઇયરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તા.22મી જૂનથી પરીક્ષા લેવાના નિર્ણયના કારણે વિવાદ ઉભો થયો છે. વિદ્યાર્થીઓએ પોતોના અભ્યાસ માટે પુરતો સમય મળ્યો ન હોવા ઉપરાંત ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ થવાની શંકા વ્યક્ત કરી છે. દરમિયાનમાં વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો.

જેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. આ પ્રશ્નોના ઉત્તરમાં 95 ટકા વિદ્યાર્થીઓએ સંભવિત સમસ્યાઓ દર્શાવીને ઓનલાઇન પરીક્ષા સામે વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓના વિરોધ દર્શાવતા પત્રક સાથેનું આવેદનપત્રે એસવીએનઆઇટીના ડાયરેક્ટરને આપીને પરીક્ષા રોકી દેવા માટેની માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...