તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રિજના નામકરણને લઇને રજૂઆત:ઉમરા-પાલ વચ્ચે તૈયાર થયેલા બ્રિજનું નામ 'ડો.બાબાસાહેબ આંબેડકર' આપવા સુરત બારપરા ચોર્યાસી માહ્યાવંશી સમાજની માગ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત બારપરા ચોર્યાસી માહ્યાવંશી સમાજે પ્રેસ કોન્ફરન્સ કરીને ઉમરા-પાલ વચ્ચે તૈયાર થયેલા બ્રિજનું નામ 'ડો.બાબાસાહેબ આંબેડકર' આપવાની માગ કરી હતી - Divya Bhaskar
સુરત બારપરા ચોર્યાસી માહ્યાવંશી સમાજે પ્રેસ કોન્ફરન્સ કરીને ઉમરા-પાલ વચ્ચે તૈયાર થયેલા બ્રિજનું નામ 'ડો.બાબાસાહેબ આંબેડકર' આપવાની માગ કરી હતી
  • સમાજ દ્વારા મ્યુ. કમિશનર, મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિત તમામને રજૂઆત પણ કરાઇ

સુરતના ઉમરા-પાલ વચ્ચે તૈયાર થયેલા બ્રિજને ડો.બાબાસાહેબ આંબેડકર બ્રિજનું નામ આપવા સુરત બારપરા ચોર્યાસી માહ્યાવંશી સમાજે માગ કરી છે. આ બાબતે સમાજ દ્વારા મ્યુનસિલપલ કમિશનર, મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિત તમામને રજૂઆત પણ કરાઇ છે.

ડો.બાબાસાહેબ આંબેડકર બ્રિજ નામ આપવા વડાપ્રધાન સુધી રજૂઆત
પ્રમુખ કાંતિભાઈ રાદેરીયાએ જણાવ્યું હતું કે, પાલ-ઉમરા બ્રિજનું હાલમાં કામ પૂર્ણ થવાની આરે છે. સમાજ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નરને 8 જૂનના રોજ સ્મૃતિપત્ર આપી રજુઆત કરી છે અને મુખ્યમંત્રી, શહેર વિકાસ મંત્રી, વડાપ્રધાન, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી(અનુસૂચિત જાતિ) ગુજરાત રાજ્યને પણ ઓનલાઈન ઈ-મેઈલ દ્વારા 9 જૂનના રોજ રજૂઆત કરી છે. આ બ્રિજને “ડો.બાબાસાહેબ આંબેડકર બ્રિજ” નામ આપીને અમારા દક્ષિણ ગુજરાત ખાતે રહેતા અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના લોકો અપેક્ષા રાખીએ છે

સુરતમાં એક પણ બ્રિજનું નામ ડો.બાબાસાહેબ આંબેડકર નામ પર નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સુરત ખાતે તાપી નદી ઉપર અનેક બ્રિજ બનેલા છે. જેમાં કોઈ પણ બ્રિજનું નામ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામકરણ કરવામાં આવ્યુ નથી. ફક્ત સુરત ખાતે ફ્લાયઓવર બ્રિજને જ નામ આપવામાં આવ્યુ છે. પરંતુ બાબાસાહેબ આંબેડકરનો ધ્યેય સમાજને એકત્ર કરવાનો હતો. એ જ ધ્યેયથી તાપી નદી પર બનેલા બંને નદીના કાંઠાઓને એકત્ર કરતા બ્રિજને સમાજની એકતાનું પ્રતિબિંબ બને એ હેતુથી આ બ્રીજને ડૉ. બાબા સાહેબ આંબેડકરનું નામકરણ થાય એવો અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ સમાજનો એક હેતુ છે. એ દ્રષ્ટિએ પણ પાલ-ઉમરા બ્રીજને ડૉ. બાબાસાહેબ આંબેડકર નામકરણ આપવા માટે આપસાહેબને હમારી નમ્ર વિનંતી સહ અપેક્ષા રાખીએ છીએ. જેથી સમગ્ર સમાજમાં એક સારો મેસેજ જશે.

ઉમરા-પાલ બ્રિજને ડો.બાબાસાહેબ આંબેડકર નામકરણ આપવા કરવા માટેના મુદ્દાઓ
-ઉમરા-પાલ બ્રીજ તે બનાવવામાં પછાતવર્ગના ઘણા મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
-ઉમરા-પાલ આજુબાજુમાં નજીકમાં નદીના કિનારે ડો.બાબાસાહેબ વસાહત હતી ત્યાંથી દૂર કરવામાં આવેલ છે. ડો.બાબાસાહેબ આંબેડકર બ્રીજનું નામકરણ કરવાનો હેતુ આ બ્રિજ બનાવવામાં પછાત અને આંબેડકરના અનુયાયોએ સહયોગ આપેલ હોય તો આ નદી પરના બ્રિજને બાબસાહેબ આંબેડકર નામકરણ કરવામાં સ્થાનિક સવાયત સંસ્થાને શું વાંધો હોય શકે ?
-સુરત ખાતેના લગભગ 14 બ્રિજ નદી ઉપર બનાવેલ છે. જે બ્રીજોનું નામકરણ અલગ અલગ આપવામાં આવેલ છે. હાલમાં 15માં બ્રિજનું ઉદ્ધાટન થવાનું હોય જેનું નામ ડૉ.બાબાસાહેબ આંબેડકર બ્રિજ આપવામાં શું વાંધો હોય શકે ?
-અમે સુરત શહેર અને જીલ્લાની વિવિધ સંસ્થાઓના(રજીસ્ટર સંસ્થા) લેટરપેડ ઉપર લખાણ કરીને રજૂઆત કરવા છતાં સત્તાવાળાઓ દ્વારા અમોને ચોક્કસ જવાબ ન મળતા પ્રેસ કોન્ફરન્સની મદદ લેવાની જરૂર પડેલ છે.
-ડો.બાબાસાહેબ આંબેડકરના ઓક્સફોર્ડ યુનિવર્સિટીની બહાર મુકવામાં આવેલ સ્ટેચ્યૂ નીચે મેન ઓફ નોલેજ લખેલ છે. આખે-આખી વીંગને ડૉ.બાબાસાહેબ આંબેડકર નામ આપવામાં આવતું હોય તથા સ્ટેચ્યુ મુકાતુ હોય તો સુરતના બ્રિજનું નામ આપવા માટે આટલો ઉહાપોહ શા માટે ?

અન્ય સમાચારો પણ છે...